Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લાઠી -બાબરા-દામનગર પંથકમાં રેશનકાર્ડ ધારકોને પુરતો જથ્થો ન ફાળવાય તો ઉપવાસ આંદોલનઃ વિરજીભાઇ ઠુંમરની ચિમકી

સાવરકુંડલા-દામનગર,તા.૪: સમગ્ર રાજય સહિત બાબરા લાઠી અને દામનગરમાં કુપન ધારકોને રાશન નહિ મળવા બાબતે ૪ એપ્રિલનાના રોજ લાઠી ખાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ઉપવાસ ઉપર બેસવા બાબતે લાઠી પ્રાંત અધિકારીની મંજૂરી માંગવામાં આવેલી છે. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, રાજયમાં લોકડાઉનના કારણે ગરીબ પરિવારને ને અન્ન સહિતની ખાદ્ય પદાર્થોની કોઈ મુશ્કેલીઓ નો પડે તે માટે રાજયની તમામ સસ્તા અનાજની દુકાનમાં પૂરતું રાશન વિનામુલ્યે મળી રહે તેવી વ્યવસ્થા રાજયના પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી છે. પણ રાજયની તમામ સસ્તા અનાજની દુકાનોમાં પૂરવઠાનું વિતરણ શરૂ થતાં કુપન ધારકોમાં દેકારો મચી ગયો હતો અને સ્થાનિક તંત્ર પ્રત્યે ભારે રોષ વ્યકત કરવામાં આવી રહ્યો છે કારણ કે રાજય સરકાર દ્વારા અગાવ જાહેરાત કરવામાં આવી હતી કે તમામ કુપન ધારકો ને રાશન આપવામાં આવશે પણ હાલ ત્રણ મહિના સુધી કોઈ રાશન ધારક દ્વારા પુરવઠો નહિ રેશન ધારક ને હાલ પુરવઠો નહિ મળતા ભારે મુશ્કેલીઓ અને વિસગતતાં ઉભી થઇ છે.

ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરેલ છે કે લોકડાઉનમાં ભૂખ્યા રહેતા ગરીબોની મશ્કરી કરવાનું બંધ કરો હાઇ લાગશે ભારે વ્યથિત હૃદયે રાજયના મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં ધારાસભ્ય ઠુંમરે લાઠી ખાતે તા ૪ એપ્રિલના રોજ ઉપવાસઆંદોલન કરવાની ચીમકી પણ ઉચારેલ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું આપની સરકાર દ્વારા રાજયના તમામ ગરીબ પરિવારને વિનામૂલ્યે રાશન આપવાની જાહેરાત કરવામાં આવે છે અને પછી વિતરણના સમયે આપની સરકારના પુરવઠા વિભાગ દ્વારા જુદું અર્થઘટન કરી ચાલુ કુપન ધરાવતા ને રાશન આપવામાં આવી રહ્યું છે જે ખરેખર ગરીબોને અન્યાય કરતી બાબત છે હાલ રાજયમાં કોરોના ના કારણે અન્ય જિલ્લામાંથી હિજરત કરી પોતાના માદરે વતન પરત ફરેલા શ્રમિકો અને મજૂર અને ગરીબ પરિવાર આવા નિર્ણયના કારણે મુશ્કેલીઓમાં મુકાયા છે તેમની પાસે નથી કોઈ રોજગાર કે નથી બે ટંકનું જમવાનું ત્યારે આવો પરિવાર કરે શુ?

રાજય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી રાજયમાં અને તમામ કુપન ધારકોને પૂરતું રાશન મળે તેવી વ્યવસ્થા કરે તેવું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે અંતમાં જણાવ્યું હતું.

(1:04 pm IST)