Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કેન્દ્રીય મંત્રીઓની વિડીયો કોન્ફરન્સમાં

જામનગરના સાંસદ પુનમબહેને કોવિડ-૧૯ની સમીક્ષા કરી

જામનગર, તા.૪: જામનગરના સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ વીડીયો કોન્ફરન્સથી કેન્દ્રીય મંત્રીશ્રીઙ્ગ પ્રહલાદ જોષીજી ,શ્રી અરૂણ રામ મેઘવાલજી,શ્રી કિશન રેડ્ડી ગંગાપુરમજી દ્વારા યોજાયેલીઙ્ગ મહત્વની મીટીંગમાં ભાગ લીધો હતો.

 

આ વિડીયો કોન્ફરન્સ દ્વારા ,કોવિડ-૧૯ મહામારી ની પરિસ્થિતિ અને સંક્રમણ અટકાવવાઙ્ગ સહિતના મુદે ચર્ચા કરી તેમજ તંત્ર દ્વારા લેવાઇ રહેલા પગલા ઉપરાંત રાહત અને સહાય અંગેની કામગીરી સાથે આ કોરોનાની મહામારી સમાન રોગચાળાની સાંપ્રત સ્થિતિ ની ચર્ચા કરી હતી જેમાં ગુજરાતના સંસદસભ્યશ્રીઓ પણ આ વિડીયો કોન્ફરન્સીંગથી યોજાયેલી મીટીંગમાં જોડાયા હતા.

(1:03 pm IST)