Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કાજલી માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોવિંદભાઇ દ્વારા વડાપ્રધાન મુખ્યમંત્રી રાહત નિધીમાં અનુદાન

વડાપ્રધાન રાહતનિધીમાં પ.પ૧ લાખ મુખ્યમંત્રીનિધિમાં ર.પ૧ લાખ અપાશે

પ્રભાસપાટણ તા. ૪: અત્યારે કોરોના વાયરસને કારણે દેશ ખુબજ મુશ્કેલ સ્થિતિમાંથી ગુજરી રહેલ છે ત્યારે પૂર્વધારાસભ્ય અને કાજલી માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોવિંદભાઇ પરમાર દ્વારા વડાપ્રધાન રાહત ફંડમાં પ લાખ અને એકાવન હજાર (પપ૧૦૦૦) તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાં બે લાખ એકાવન હજાર (રપ૧૦૦૦) જમાં કરાવી અને સેવાનું કામ કરેલ છે.

જયારથી કોરોનાં વાયરસની શરૂઆત થયેલ છે ત્યારથી ગોવિંદભાઇ પરમાર નાના લોકોને કાજલી ગામમાં મજુર વર્ગના લોકોને પ૦૦ જેટલી ખાદ્ય સામગ્રી કીટ આપવામાં આવેલ તેમજ સમગ્ર કાજલી ગામ, માર્કેટીંગ યાર્ડ અને યાર્ડનાં પાછળનાં રહેણાંક વિસ્તારમાં પ હજાર લીટરનાં બે ટાકા ભરીને દવાઓનો છંટકાવ કરીને આખા ગામ અને માર્કેટીંગ યાર્ડને સેનેટાઇઝ કરવામાં આવેલ.

ખેડુતો ખાતર, બીયારણ અને જંતુનાશક દવાઓ માટે જયાં-ત્યાં ભટકી રહેલ હતા ત્યારે ખેડુતોની મુશ્કેલીને ધ્યાને લઇ કાજલી માર્કેટીંગ યાર્ડમાં બે એગ્રોની દુકાનો ખોલાવી અને દરેક ખેડુતોને ખાતર અને દવાની વ્યવસ્થા કરાવેલ.

(11:47 am IST)