Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ઉનામાં ગાંધીનગરથી પરત આવેલ સરકારી કર્મચારીઓ સહિત કુલ ૪ર વ્યકિતઓને હોમ કવોરન્ટાઇન

તાલુકાના વાંસજમાં ૩૭ લોકો હોમ કવોરન્ટાઇન

 ઉના તા. ૪: તાલુકામાં લોકડાઉન જાહેરાત બાદ અન્ય શહેરોમાંથી અને બે સરકારી કર્મચારી સહીત ૪ર લોકોમાં આવતા સરકારી ગાઇડ લાઇન મુજબ હોમ કવોરન્ટાઇન કરેલ છે.

આ ઉપરાંત તાલુકાના વાસોજ ગામે ૩૭ લોકોને પણ હોમ કવોરન્ટાઇન હેઠળ રખાયા હોવાનું ગામના અરાણીય અને સરપંચશ્રીશ્રી મોહનભાઇ એ જણાવેલ છે.

આરોગ્ય વિભાગમાંથી વિગત મુજબ ઉના ખાતે ફરજ બજાવતા બે સરકારી કર્મચારી ગાંધીનગરથી પરત આવતા બન્ને હોમ કવોરન્ટાઇન તરીકે જાહેર કરી પોતાના ઘરે ૧૪ દિવસ રહેવા કહેવામાં આવેલ ઉપરાંત જુદા જુદા વિસ્તારોમાં રહેતા સહિત કુલ ૪ર વ્યકિતને પણ હોમ કવોરન્ટાઇન કરી તબીબી પરિક્ષણ કરાયેલ તેમજ તાલુકાના વાસોજ ગ્રામ્ય વિસ્તારમાં વેરાવળ સહિત નજીકના વિસ્તારોમાં ગયેલા હોય ૩૭ લોકોને પણ ઘરમાં રહેવા જણાવેલ આમ ઉના તાલુકામાં ૭૯ લોકોને હોમ કવોરન્ટાઇન કરવામાં આવેલ છે.

(11:47 am IST)