Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

નખત્રાણામાં લોકડાઉન દરમ્યાન ટોળે બેઠેલા લોકોને પોલીસે હટાવતા ઘર્ષણ

મુસ્લિમ ફળિયામાં ઘર્ષણ બાદ હોમગાર્ડની બાઇકને નુકસાનઃ પથ્થરમારો થયો હોવાની પણ ચર્ચા

ભુજ,તા.૮ લોકડાઉન દરમ્યાન કચ્છમાં મોટેભાગે વાતાવરણ શાંત રહ્યું છે. પણ ગઈકાલે રાત્રે નખત્રાણામાં પોલીસ સાથે ઘર્ષણનો બનાવ બન્યો હતો. અહીં મસ્જિદ નજીક ટોળે વળીને એકઠા થયેલા લોકોને પોલીસે હટી જવાનું કહી તેમને ઘેર ચાલ્યા જવા સમજાવ્યું હતું. પણ આ સમજાવટ વેળાએ અમુક યુવાનો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. આ ઘટનામાં એક પોલીસ જવાન ની બાઇક ને નુકસાન પહોંચાડવા માં આવ્યું હતું. જોકે, ઘર્ષણ દરમ્યાન પથ્થરમારો થયો હોવાની ચર્ચા પણ સતત થઈ રહી છે. જોકે, પોલીસે સત્ત્।ાવાર રીતે પથ્થરમારો થયો હોવાની વાતને રદિયો આપ્યો છે, અને બાઇકને નુકસાન થયું હોવાનું અને બબાલ થઈ હોવાનું જણાવ્યું છે. આ ઘટનાને પગલે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ૧૫ જેટલા ઈસમો સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભંગ, જાહેરનામાનો ભંગ, એટ્રોસિટી, ફરજમાં રુકાવટ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી કસૂરવાર શખ્સોની અટકાયત કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. આ ઘટના બાદ ડીવાયએસપી યાદવ, પીઆઇ રાઠોડ સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો.

(11:38 am IST)