Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

પ્રધાનમંત્રીશ્રીના દીપ પ્રાગટ્ય કાર્યક્રમને પૂ.મોરારીબાપુનું સમર્થન

ભાવનગર તા.૪:ચૈત્ર નવરાત્રીનાં અનુસંધાનમાં પૂજય મોરારી બાપુ દ્વારા રામચરિત્ માનસ આધારિત સંવાદ હરિ કથા-સત્સંગની વીડીયો કલીપ સંગીતની દુનિયાનાં માધ્યમથી પ્રસારિત થઈ રહી છે.

ચૈત્ર નવરાત્રિ પૂર્ણ થતાં, આજે મોરારીબાપુએ સત્સંગ સંવાદનો પ્રારંભ કરતાં કહ્યું કે- ચૈત્ર નવરાત્રી અનુષ્ઠાન પૂર્ણ થયું છે પરંતુ રાષ્ટ્રીય અનુષ્ઠાન હજુ ચાલુ છે.દેશ અને દુનિયા પર આવેલ સંકટના સમયે ભારત સમગ્ર વિશ્વને પ્રેરણા આપતું અનુષ્ઠાન કરી રહ્યું છે, એ ૨૧ દિવસના અનુષ્ઠાનને ચાલુ રાખવા અને ચુસ્તપણે વળગી રહેવા પૂજય બાપુએ સહુને અનુરોધ કર્યો.

ઉપરાંત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે રાષ્ટ્રજોગ પ્રવચનમાં સહુને સંદેશ આપ્યો, એ મુજબ પરમ દિવસે પાંચ તારીખે રાતના ૯ કલાકે સહુ પોતાનાં આંગણામાં, અગાસીમાં કેઙ્ગ અનુકૂળતા હોય એ રીતે, દીપ પ્રગટાવવા બાપુએ સહુને અનુરોધ કર્યો. પ્રધાનમંત્રી ની અપીલ પ્રમાણેઙ્ગ

નવ વાગ્યે ઘરની બધી જ લાઈટો બંધ કરી અનેઙ્ગ નવ મિનિટ માટે દીપપ્રાગટ્ય કરવાની આ રાષ્ટ્રીય વાતને સવિનય સ્વીકારીને ચૂકયા વગર આપણે સૌ એ મુજબ કરશું જ એવી શ્રદ્ઘા બાપુએ વ્યકત કરી છે.

(11:31 am IST)