Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કચ્છમાં RSS, મુસ્લિમ સમાજ, પોલીસ ઉપર અભદ્ર મેસેજ વાયરલ કરનાર ત્રણની ધરપકડ

ભુજ,તા.૪: અત્યારે સમગ્ર વિશ્વ અને આપણો દેશ પણ જયારે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. ત્યારે અસામાજિક માનસિકતા ધરાવતા અમુક શખ્સો દ્વારા સોશ્યલ મીડીયામાં વિવાદિત પોસ્ટ મૂકીને કોમેન્ટ કરી સામાજિક સમતુલનને હાનિ પહોંચાડવાની કોશિશ ખૂબ જ આઘાતજનક છે. આવા લોકો સામે પોલીસ તો પગલાં ભરે જ છે, પણ લોકો જાગૃતિ દર્શાવે અને આવી વિવાદિત પોસ્ટ કરનારાઓને ખુલ્લા પાડે તે વર્તમાન સંજોગોની માંગ છે.

કચ્છમાં પોલીસે સોશ્યલ મીડીયા પર વિવાદિત મેસેજ પોસ્ટ કરવાના ત્રણ અલગ અલગ બનાવોમાં સમાજમાં ભય, જાહેરનામાનો ભંગ, એપેડેમીક એકટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ સહિતની અલગ અલગ કલમો તળે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી આવી પ્રવૃત્ત્િ।ઓ કરનારાઓ સામે ધાક બેસાડી છે. અંજારમાં રહેતા અસલમ ઉમર તુર્ક નામના યુવાને પોતાની ફેસબુક આઇડી ઉપર આરએસએસ વિરુદ્ઘ ખરાબ ટિપ્પણી સાથે પોસ્ટ મૂકી હતી. તેની ધરપકડ કરાઇ છે. તો, અંજારમાં રહેતા વિશાલ રાજગોરે દિલ્હીમાં મરકજમાં બનેલ ઘટનાને આતંકી કૃત્ય ગણાવી તેને કોરોના ફેલાવવાવાનું જણાવી તેને લગતી કોમી વિવાદિત ટિપ્પણી વ્હોટેસ એપમાં મૂકી હતી. પોલીસે વિશાલ રાજગોરની સામે પણ પગલાં ભર્યા છે. ત્રીજા બનાવમાં ભચાઉના મહેન્દ્ર ગોવર્ધન મિસ્ત્રીએ લોકડાઉન દરમ્યાન કોરોનાથી નહીં પણ પોલીસની મારથી જનતા મરી જશે એવી કોમેન્ટ સાથે ફોટાઓ વાયરલ કર્યા હતા. આ શખ્સ સામે પણ પોલીસે ગુનો નોંધી કડક પગલાં ભર્યા છે.

(11:31 am IST)