Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ટંકારાના ધૂનડા ગામે આરોગ્ય વિભાગની બેદરકારીની અંગે આરોગ્ય અધિકારીને રાવ

ગ્રામ પંચાયતે લેખિત ફરિયાદ કરતા ચકચાર

 

ટંકારા તાલુકાના ધૂનડા ગામે ડોક્ટર દર્દીઓને યોગ્ય જવાબ આપતા ના હોય અને દર્દીઓને સમયસર સારવાર મળતી ના હોય જેથી મામલે ગ્રામ પંચાયતે જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે

શ્રી ધૂનડા ગ્રામ પંચાયતના સરપંચ પ્રાણજીવનભાઈ જીવાણીએ જીલ્લા આરોગ્ય અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગામમાં આરોગ્યની શાખાના ડોક્ટર યોગ્ય જવાબ આપતા નથી જેથી દર્દીઓને ધક્કા ખાવાનો વારો આવે છે ગામના કાસુન્દ્રા પ્રવીણભાઈ મગનભાઈને છેલ્લા દસ દિવસથી તાવ આવી જતો હોય અને ગળું બરવા તેમજ માથું દુખવાની ફરિયાદ હોય અને તેઓ ગામના દવાખાને જતા ડોકટરે મો બાંધવાનું કહ્યું હતું અને ગાડી રોડ પર હોય જ્યાં માસ્ક પહેરવા જતા ડોક્ટર દવાખાનું બંધ કરી જતા રહ્યા હતા

અને બીજી વખત જતા તેને નેસડા ચાર્જનો ફોન હોવાથી ત્યાં ગયેલ અને દર્દી હાજર હોય તો ડોક્ટર નીકળી જતા હોય ત્યારે તેની સામે કાયદેસર કાર્યવાહી હટાવી જોઈએ તેમજ ટાઈમટેબલ પણ ના હોય જેથી ડોક્ટર ક્યારે હાજર હોય તેની માહિતી મળતી નથી જેથી ટાઈમ ટેબલનું બોર્ડ મારવા અને દર્દીઓને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થાની માંગ કરી છે

(12:39 am IST)