Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સેવા પરમો ધર્મઃ જુનાગઢમાં વિવિધ સંસ્થા દ્વારા સેવા યજ્ઞ

સત્યમ સેવા યુવક મંડળ, ભારતીઆશ્રમ, રઘુવંશી સમાજ, હરિઁ ચેરીટેબલ ટ્રસ્ટના ભગવદ ગુરૂ આશ્રમ સહિતની સંસ્થા દ્વારા જરૂરીયાતમંદોને ભોજન, રાશન કીટનું વિતરણ

 

જુનાગઢની વિવિધ સંસ્થા દ્વારા જરૂરીયાતમંદો અને ઝુપડપટ્ટી સહિતના વિસ્તારમાં ભોજન રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનુ સંકલન આ મુજબ છે.

સત્યમ સેવા યુવક મંડળ

જુનાગઢ પોલીસ હેડ કવાર્ટર તેમજ એફએમ પોલીસ કવાર્ટરમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા (૧૦૦૦ વ્યકિત પોલીસ પરિવારના ભાઇ અને બહેનોને) સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આયુર્વેદિક અમૃત પંચ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં જુનાગઢ હેઠ કવાર્ટરના પી.એસ.આઇ. જોષી,નો ખુબ સાથ સહકાર મળ્યો હતો. પ્રમુખ મનસુખભાઇ વાજા ટ્રસ્ટી કમલેશભાઇ પંડયા, શાન્તાબેન બેસ, સુશીલાબેન શાહ, અલ્પેશ ભાઇ પરમાર, કેતનભાઇ નાંઢા, મનોજભાઇ સાવલીયા, કમલેશભાઇ ટાંક, દ્વારા કાર્યક્રમને સફળ બનાવેલ.

ભારતી આશ્રમ

ભારતી આશ્રમ સરખેજ અમદાવાદ દ્વારા ૧૦૦૮ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુના તેમજ મહંત હરિહરાનંદજી ભારતીબાપુ તેમજ મહામંડલેશ્વર કલ્યાણ ભારતીબાપુના માર્ગદર્શન હેઠળ તેમજ ઋષિ ભારતીબાપુના નિર્દેશન નીચેથી જેટલા સમય સુધી ભારત લોકડાઉન રહશે ત્યાંસુધી દરરોજના ૧પ૦૦ ફુડ પેકેટ જરૂરીયાતમંદ પરિવારને વિતરણ કરવામાં આવી હતી.

રઘુવંશી સમાજ

જુનાગઢમાં રઘુવંશી યુવાનોની ટીમએ શહેરના વિવિધ વિસ્તારોના જરૂરિયાતમંદ લોકોને ફુડ કિટ વિતરણ કરી સેવાકીય કામગીરી કરી. જુનાગઢ તા.ના રઘુવંશી સમાજના યુવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાત વાળા લોકોને ૭૮૦ ફુડ પેકીંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં ભરત ધીયા, બ્રિજનાગેચા ભવિક નાગ્રેચા, જતીન અમલાણી, રાજ વિઠલાણી, રવિ, ભાવેશ તન્ના, સહિતના સભ્યો જોડાયા હતા.

હરીઁ ચેરીટેબલ ટ્રસ્ટ

મૂસ્લિમ એકતા મંચ દ્વારા જુનાગઢ સ્લમ વિસ્તારમાં જરૂરતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવ્યું હતું કોરોનાના કહેર વચ્ચે જરૂરતમંદ લોકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે હેતુથી અલગ અલગ વિસ્તારમાં અનેક લોકો સુધી ભોજન પહોચાડવામાં આવ્યું હતું અને લોક ડાઉન દરમિયાન તંત્રને સાથે રાખી દરરોજ ભોજન પહોચાડવામાં આવશે તેવું મુસ્લિમ એકતા મંચના કન્વિનર ઇમ્તિયાઝ પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ભગવદ ગુરૂ આશ્રમ સુર્ય મંદિર

મહામંલેશ્વર જગજીવનદાસબાપુ દ્વારા ગાંઠીયા, ગુંદીનું જુનાગઢના ૬૬ કેવી વિસ્તારના જરૂરીયાતવાળા વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું સેવા ભાવી યુવાનો ટીમ આ સેવાના ભગીરથ કાર્યમાં જોડાઇ માનવસેવા એ જ પ્રભુ સેવાનું એક ઉદાહરણ પુરૂ પાડયું.

(1:17 pm IST)