Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા. લી. દ્વારા પીએમ ફંડમાં રૂ.૧.૮ કરોડ અર્પણ

જુનાગઢ -આટકોટ તા.૧ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ કોરોના વાયરસની વૈશ્વિક સમસ્યા સમયે ભારતની જરૂરીયાતમંદ  જનતા માટે ઉદાર હાથે સ્વૈચ્છિક યોગદાન આપવાની અપીલ કરેલ છે તેના પ્રતિસાદરૂપે શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ દ્વારા દેશની અસરગ્રસ્ત જનતા માટે રૂપીયા એક કરોડ આઠ લાખનું આર્થિક યોગદાન કરેલ છે.

મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા.લી. સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવવામાં પણ હંમેશા અગ્રેસર રહેલ છે. દેશમાં આવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહયો છે. ત્યાર દેશની જનતાને આર્થિક સહયોગ અને સહાનુભુતિની જરૂર છે ત્યારે રામભાઇ મોકરીયાના બંન્ને યુવાનો સુપુત્રો અજય મોકરીયા (એમડી) મૌલિક મોકરીયા (જેટી.એમ.ડી.)એ દેશહિતમાં ઉપરોકત સરાહનીય પગલું ભરેલ છે.

ઉપરાંત સ્વ. ને ભુલીને સ્વદેશની જનતાની સેવામાં ભેખધારી મેડીકલ, પેરામેડીકલ પોલીસ, મીલીટરી તથા એડમીનીસ્ટ્રેશન વીંગ તથા  હેલ્થ વર્કર મિત્રોના યોગદાન બદલ તેમને ધન્યવાદ પાઠવેલ છે. દેશની જનતા માટે ખડેપગે તૈનાત યોધ્ધાઓ તેમજ જરૂરીયાતમંદને શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા. લી. ની ટીમ દ્વારા  અમદાવાદ, રાજકોટ, ભુજ, બરોડા, સુરત, મુંબઇ, જયપુર, દિલ્હી વિગેરે સીટીમાં અલ્પાહાર તેમજ ભોજનની સુવિધા પણ કરવામાં આવેલ.

શ્રી મારૂતી કુરીયર સર્વિસનું સફળતાપુર્વક સુકાન સંભાળી રહેલ અજય મોકરીયા અને મૌલિક મોકરીયાએ જણાવ્યુ઼ કે ભારતની યુવા પેઢીએ રાષ્ટ્રનું ભવિષ્ય છે. આવનારા સમયમાં આવી આફતો સામે લડવા દેશને સક્ષમ બનાવવો તે યુવા પેઢીની જવાબદારી છે. તે અનુસંધાને ભાવિ પેઢીના જીવનમાં યોગ અને પ્રાણાયામ, પર્યાવરણનું રક્ષણ, વ્યસનમુકિત, તંદુરસ્તીને લગતી જાગૃતિ અને મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચકરને અગ્રતા આપવી તે વિકાસનું એક મહત્વનું સોપાન ગણાશે.

(1:13 pm IST)