Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

પર વ્યકિતઓને અટક કરાયાઃ દેવભુમિ જિલ્લામાં ગામડાઓમાં પણ પગલા શરૂ

ખંભાળિયા તા.૧ : દેવભુમિ દ્વારકા જિલ્લામાં લોકડાઉનના કડક અમલ માટે જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના તથા જિ. પંઉ વડારી રોહન આનંદ દ્વારા જિલ્લાના મુખ્ય શહેરો ગામોમાં કડક પગલા પછી ગ્રામ્ય પંથકમાં પણ લોકો કારણ વગર બહાર નીળકતા હોય આ અંગે કડક  અમલનો આદેશ કરતા આજે ગ્રામ્ય શહેરી વિસ્તારોમાંથી પર વ્યકિતઓને જાહેરનામા ભંગ અંગે કેસ કરી પગલા  ભરવામાં આવતા સપાટો બોલી ગયો છે.

ખંભાળિયાના રામનગરના સુરેશ હરજી કણઝારીયા, ધુમલી તા. ભાણવડના ઘનશ્યામ હસમુખ વાઘેલા, ફતેપુર ભાણવડ પંકજ વાળા પીરોતર,  ભેનકવડ ભાણવડના યાસીન ઇશા હિંગોરા, દ્વારકાના સતીશ જયસુખભાઇ બારાઇ, શૈલેષ પ્રતાપ તાવડી, અમરશી વલભદાસ વિઠલાણી, પ્રતાપ દેવાભાઇ સુંતલીયા, વાલ્કા જીવણ નાગેશ,  દેવાંગ નરેન્દ્ર ત્રિવેદી, રત્ના પેશા કરમટા, મોમૈયાતા ધીરૂભા માણેક, સીદીક ઇબ્રાહીમ, કનૈયાલાલ લક્ષ્મીદાસ, મચ્છર, પાર્થ મહેશભાઇ ઠાકર, દિપક ડાયાભાઇ પરમાર એજાજ સલીમ સૈયદ વરવાળા.

ઓખા ડાલડા બંદરના સંજય સુંદરલાલ, અવિનાશ બાબુલાલ માકોડા, કલ્યાણપુરના દેવા રામા રાઠોડ, રાજુ ભીમા જમોડ અને મનીષ નારણ ગામી જામરાવલ સલાયાના આબીદ હુસેન ભાયા સિરાજ તાલબ વિસર, આમીન હુસેન સંધાર, ખંભાળિયાના પ્રકાશ મુળજી પરમાર, આહિર સિંહણ ગામના હરદાસ દેવા કરમુર, રાણા નારણ કરમુર, કેશુ વરવા ગોમીયા, મહાદેવીયાના જીવા દેવા પરમાર,  હર્ષદપુરના મોહન દેવશી ચોપડા, લખુ કારૂ ગોરીયા, દિનેશ વાલજી ખોખર, ખંભાળિયા જયેશ શામજી લાઠી, જીજ્ઞેશ શામજી લાઠી, મછા નાગજી પરમાર, બુધા સોમા સોલંકી ખંભાળિયા, ઓસમાણ ગની જુસબ બેલાઇ ખંભાળિયા, તથા આલાભા કાનાભા ચમડીયા મકતપુર દ્વારકા રવુભા જીવણભા તથા લખમણભા મજાભા મોજ તા. દ્વારકા, રામતા ભીયાતા હાથલ હરસર, તા. દ્વારકા કુંભાભા દીવાભા, લાલાભા મુંજાભા માણેક લાલસીંગપુર દ્વારકા, અમિત તાલળ સંધાર, દ્વારકા, રવાભા વાલુભા મકતપુર, હમીરભા બાબુભા  તથા અજુભા મેઘાભા માણેક મકતપુર સામે રાજય તથા કેન્દ્ર સરકારના કોરોના રોગ અંતર્ગત જાહેરનામા ભંગ અંગે કેસ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

લોકોને કામ વગર બહારના નીકળવા અપીલ

કોરોના મહામારીના સંદર્ભમાં ઘરે જ રહેવુ઼ તથા વિના કારણ બહાર ના નીકળવુ તે અત્યંત જરૂરી હોય હોય દેવભુમિ જિલ્લાના નાગરીકોને ઘરમાં જ રહેવા તથા જરૂર પડયે હોમ ડીલીવરીવાળા વેપારીઓને ફોન કરીને માલ મંગાવવામાં જણાવવામાં આવ્યું છે. લોકોને ચુસ્ત અમલ માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જો કે જિલ્લાના અનેક વિસ્તારો છતા અમુક લોકો રખડવાનું ચુકતા નથી પછી પોલીસ પણ પકડવાનું ચુકતા નથી.

લોકડાઉનની ચુસ્ત અમલવારી થાય તે માટે પોલીસ દિવસ રાતની ચેકિંગની કામગીરી કરી રહી છે. એવા પતા પ્રેમીઓને મોકળુ મેદાન થયુ હોય  તેમ ઘર અને વાડીમાં જુગા ચાલુ કરતા પોલીસે લોકડાઉનની અમલવારીની સાથે આ જુગારીઓેને પણ પકડી લેવામાં સફળતા મળી છે.

સલાયામાં જુગાર દરોડો

જયારે સલાયના દખણાદા બારામાં બળદેવસિંહ રવુભા જાડેજા પોતાની માલીકીની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે સલાયા મરીન પોલીસેે દરોડો પાડતા જુગાર રમતા કિરીટસિંહ દેવભુમા જેઠવા (કોન્ટ્રાકટર) ભગીરથસિંહ ગગજી રાઠડ, જોરૂભા ગગજી રાઠોડ, અનોપસિંહ માડમજી જેઠવા, ભરતસિંહ રવુભા, જાડેજા તમામને રકોડ ર૪,૮ર૦ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:12 pm IST)