Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમરેલી નાગરિક સહકારી બેન્કે ૩.૦પ કરોડનો નફો કર્યો

ધિરાણ રૂ.૭પ કરોડનું થયું ડિપોઝીટ રૂ.૧પપ કરોડ થઇ : ગ્રાહકો માટે .RuPay ATM Card તેમજ Mobile Application (View Facility) ની સુવિધા સતત ૧૮માં વર્ષ : નેટ NPA 0%

અમરેલી, તા. ૧ : અમરેલી નાગરિક સહકારી બેંક વર્ષ : ર૦૧૯-ર૦ માં બેન્કીંગ ક્ષેત્રે ઉત્તમ ગ્રાહકલક્ષી સેવાઓ પૂરી પાડવાનો હરહંમેશ પ્રયત્ની રહેલ છે. બેંકના તમામ ગ્રાહકો માટે બેંકની Mobile Application (View Facility) તેમજ વેબસાઇટ www.amrelibank.comમાં Netbanking Tab )ેંદ્વારા (View Facility) પણ ચાલુ કરેલ છે. જેના દ્વારા ગ્રાહક પોતાના ખાતાની તમામ માહિતી બંને મારફત મેળવી શકે છે તેમજ આવનાર સમયમાં બેન્ક દ્વારા  Mobile Application (View Facility) પણ પુરી પાડવા માટે પ્રયત્નશીલ છે. બેંકના તમામ ગ્રાહકો માટે મીસકોલ એલર્ટ ની સેવા ચાલુ છે જેના દ્વારા ગ્રાહક પોતાના ખાતામાં રહેલ બેલેન્સ એસએમએસ દ્વારા મેળવી શકે છે જે સેવા માટે મોબાઇલ નંબર ૯૯૦૯૯ ર૭૩૧૦ રાખવામાં આવેલ છે.

તા. ૩૧ ના રોજ બેન્કની થાપણ રૂ.૧પપ કરોડ છે. તા. ૩૧-૩-ર૦ર૦ના રોજ બેંકનું ધિરાણ રૂ. ૭પ કરોડ થયેલ છે. ગત વર્ષે બેંકનો નફો રૂ. ૩.૦૧ કરોડનો હતો. જેમાં ચાલુ વર્ષે રૂ. ૪.૦૦ લાખનો વધારો થતા નફો રૂ. ૩.૦પ કરોડનો થયેલ છે. આમ ચાલુ વર્ષ દરમ્યાન બેંકે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરેલ છે.

ચાલુ વર્ષે પણ બેંકની બંને બ્રાંચો ચિતલ શાખા તથા માર્કેટયાર્ડ બ્રાંચ, ફતેપુરે નફો કરેલ છે. બેંકો માટે માથાના દુઃખાવા સમાન રીકવરી હોય છે જેથી એન.પી.એ. વધતા જતા હોય છે પરંતુ અમરેલી નાગરિક સહકારી બેંક લી.એ રીકવરી પર દેખરેખ રાખતા બેંકના પૂર્વ ચેરમેન શ્રી પી.પી. સોજીત્રાની દેખરેખ નીચે બેંકના રીકવરી ઓફીસર શ્રી અજયભાઇ નાકરાણી અને તેમની ટીમે સતત ૧૮માં વર્ષ નેટ  NPA ૬.પ૦% જાળવીને છેલ્લા પ૬ વર્ષથી જે સભાસદો, વેપારીઓ, ડીપોઝીટરો અને ખેડૂતોએ આ બેંક ઉપર મુકેલ વિશ્વાસ બેંકે જાળવી રાખેલ છે.

આ ભગીરથ કાર્ય માટે બેંક ચેરમેન જયેશભાઇ નાકરાણી, વાઇસ ચેરમેન મનસુખભાઇ ધાનાણી, મેનેજીંગ ડિરેકટર ભાવિનભાઇ સોજીત્રા, ડિરેકટર પી.પી. સોજીત્રા તેમજ સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓ અને બેંકના જનરલ મેનેજર આવિષ્કાર ચૌહાણ, આસી. મેનેજર દિલીપ ધોરાજીયા, રીકવરી ઓફીસર અજયભાઇ નાકરાણી તેમજ આસી. રીકવરી ઓફીસર નીતિનભાઇ ખીમાણી તથા સમગ્ર સ્ટાફની કાર્યક્ષમ કામગીરીને આભારી છે.

(1:10 pm IST)