Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

પોરબંદરમાં કોરોના પોઝીટીવ મહિલાનો ત્રીજો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રને હાશકારો

હજુ મહિલાને ૧૪ દિવસ હોમ કવોરન્ટાઇન : જિલ્લામાં કુલ ૪પ૧ વ્યકિતઓ હોમ કવોરન્ટાઇન

પોરબંદર, તા. ૧ : પોરબંદર જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝીટીવ કેસની મહિલાને ચારેક દિવસની સારવાર બાદ તેમની તબીયતમાં સુધારો થયો છે. આ મહિલાનો ત્રીજો રીપોર્ટ કોરાનાનો નેગેટીવ આવતા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. આ મહિલાને હજુ ૧૪ દિવસ હોમ કવોરન્ટાઇન કરવામાં આવેલ છે.

આ મહિલાની પુત્રી દુબઇથી મુંબઇ થઇને પોરબંદર આવ્યા બાદ તેમની તબીયત બગડતા સરકારી હોસ્પિટલમાં કવોરન્ટાઇન નિરીક્ષણ હેઠળ રાખીને રીપોર્ટ જામનગર સરકારી મેડીકલ કોલેજને મોકલી આપેલ અને ત્યાંથી કોરાના પોઝીટીવ રીપોર્ટ આવેલ અને તેને ભાવસિંહજી સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર શરૂ કરી દેવાયેલ અને તેનો ત્રીજો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. સરકારી ભાવસિંહજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કુલ ૧૪ વ્યકિત કવોરન્ટાઇન છે. ઉપરોકત ૩૬ વ્યકિતઓ નિરીક્ષણ હેઠળ છે. પોરબંદર જિલ્લામાં હોમ કવોરન્ટાઇનમાં કુલ ૪પ૧ વ્યકિતઓ છે.

(12:03 pm IST)