Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

જસદણના રામલીયામાં ઝેરી દવા પી લેનાર ઇન્દુબેન કોળીનું રાજકોટમાં મોત

રાજકોટ તા. ૧: જસદણના રામલીયા ગામમાં રહેતી કોળી મહિલાએ ઝેરી દવા પી લેતા તેનું રાજકોટની હોસ્પિટલમાં મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ રામલીયા ગામમાં રહેતા ઇન્દુબેન પ્રવિણભાઇ સીતાપરા (ઉ.વ.૪પ) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ કુવાડવા રોડ પર આવેલી ગોકુળ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક ઇન્દુબેનને સંતાનમાં ત્રણ પુત્ર છે. પતિ મજૂરી કામ કરે છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. જનકસિંહ તથા રાઇટર મહેશભાઇએ પ્રાથમીક કાગળો કરી જસદણ મોકલવા તજવીજ હાથ ધરી છે. મૃતક ઇન્દુબેને કયાં કારણોસર આ પગલું ભયું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:03 pm IST)