Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમરેલીમાં 'કોરોના'ના સંકટમાં પરેશ ધાનાણી દ્વારા વિનામૂલ્યે સેવાયજ્ઞ રસોડુ

અમરેલી, તા.૧: સમગ્ર વિશ્વમાં જયારે કોરોના નામના રાક્ષસે હાહાકાર મચાવ્યો છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ભારત દેશને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે એક જવાબદાર વિપક્ષ તરીકે આ લોકડાઉન ને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે . આ કોરોના નામના રાક્ષસ થી બચવા માટે સરકાર શ્રી તરફથી જાહેર કરવામાં આવેલ નિયમોનુંઙ્ગ ચુસ્ત પણે પાલન કરી આપણે સૌ દ્યરમાં રહીએ સ્વસ્થ સુરક્ષિત રહીએ અને કોરોના વાઇરસ ને સંપૂર્ણ નાબૂદ કરીએ તેવી પરેશ ધાનાણીએ અપીલ કરી છે.

ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા ગરીબો માટે તેમજ જે લોકો ને પેટનો ખાડો પુરવા માટે પણ દર દર ભટકવું પડે છે તેવા લોકો માટે સતત વિના મૂલ્યે રાહત રસોડું ચાલુ કરાયું છે.

આ સમગ્ર રાહત રસોડા માં પરેશ ધાનાણી ની સમગ્ર યુવા ટીમ દ્વારા ખભે ખભે મિલાવી જહેમત ઉઠાવી રહ્યા છે તેમજ સમગ્ર અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને સ્થાનિક સ્થળ પરજ જમાડી રહ્યા છે અને સરકારશ્રીના આદેશ પ્રમાણે એક બીજા થી ઓછા માં ઓછું ૧મીટર જેટલું અંતર રાખીએ જરૂર વગર બહાર ના નીકળીએ કારણ વગર એકઠાં ના થઈએ દ્યરમાં રહી સ્વસ્થ અને સુરક્ષીત રહીએ અને કોરોના સામે લડતઙ્ગ આપવા સંપૂર્ણ પણે આદેશનું પાલન કરીએ આપણી આજુબાજુમાં કોઈ પણ વ્યકિત ભૂખ્યો ના સૂવે તેનું ધ્યાન રાખીયે તેવી પરેશ ધાનાણી વતી અપીલ કરવામાં આવી છે.

(11:54 am IST)