Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ભાવનગરના -૧૩ , બોટાદના - ૪ લોકોને રાતોરાત હોમ કવોરોન્ટાઇન કરાયા

તબલીગી જમાના મરકજમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી સંખ્યાબંધ લોકોએ ભાગ લીધાના અહેવાલથી તંત્ર દોડતુ થયુઃ ભાવનગર - બોટાદના એશખ્સો દિલ્હીથી કેવી રીતે પરત આવ્યા ?કયાં કયાં રોકાયા ? કોને કોને મળ્યા વિગેરે બાબતે ફોકસ કર્યુ છેઃ ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવ સાથે અકિલાની વાતચિત

રાજકોટ તા.૧:  દિલ્હીના નિઝામુદ્દીન ખાતે તબલીગી જમાતની મરકજમાં  ૧૫ દેશના લોકો સહિત દેશભરમાંથી પ હજાર  લોકોમાંથી લોકડાઉનને કારણે ર હજાર લોકો ત્યાં રોકાય ગયાના પરણિામે કોરોના વાયરસ ફેલાયાની આશંકા પરિણામે  સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ઘાણા લોકો ગયાનું જાણવા મળતા જ ગુજરાતનુ તંત્ર ચોંકી ઉઠ્યું હતુ. સૌરાષ્ટ્રની વાત કરીએ તો  ભાવનગરના ૧૩ લોકો  અને બોટાદના ૪ લોકો મરકજમાં ગયાનું ખુલવાના પગલે ભાવનગર  રેન્જવડા અશોકકુમાર યાદવ દ્વારા નિમાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે  આવા  લોકોને શોધી  હોમ કોરોન્ટાઇન કર્યાની  બાબતને  અશોકકુમાર યાદવે અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપ્યુ હતુ.

તેઓએ  વિશેષમાં જણાવેલ કે ઉકત  ભાવનગરને બોટાદના  શખ્સો કઇ રીતે પરત આવ્યા , કયાં કયાં રોકાયા અને કોને કોને મળ્યા ? તે બાબતની સીટ દ્વારા તપાસ ચાલી રહ્યાનું જણાવેલ. તેઓએ જણાવેલ કે ગુજરાત વ્યાપી આવા દર્દીઓને  શોધવાના અભિયાનમાં ક્રાઇમબ્રાંચ અને એટીએસ દ્વારા  ચાલતી શોધખોળમાં ભાવનગર રેન્જ પુરો સહકાર આપશે તેવી ખાતરી આપી હતી.

દરમ્યાન ગુજરાતના વિવિધ શહેરોમાંથી  મરકજમાં ભાગ લેવા ગયેલા લોકોને પરિણામે  પરિસ્થિતી  કાબુ બહાર જતી રોકવા  રાજ્યના  પોલિસવડા શિવાનંદ ઝા દ્વારા ક્રાઇમબ્રાંચના સ્પે. પોલિસ કમિશ્નર અજયકુમાર તોમરના સુપરવિઝનમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચના ડીસીપી  દિપેન ભદ્રનને તપાસ સુપ્રત કરવામાં આવી છે. વડોદરાના પોલિસ કમિશ્નર  અનુપમસિંહ ગેહલોત દ્વારા પણ એસઓજી - ક્રાઇમબ્રાંચની ટીમો  આવા દર્દીઓને શોધવા માટે કામે લગાડી છે.

દરમ્યાન  સુરતમાંથી  ૭૨ જેટલા શખ્સો મરકજમાં ભાગ લેવા ગયા હતા. તેઓને કોઇપણ ભોગે  શોધી કાઢવા સુરત મ્યુનિસીપલ કમિશ્નર  બંછાનિધી પાની એ આરોગ્ય તંત્રની  વિવિધ ટીમો મેદાને ઉતારી છે. કોઇપણ ભોગે આવા દર્દીઓને શોધવા  માટે પોલિસ કમિશ્નર  આર.બી.બ્રહ્મભટ્ટ , એડીશ્નલ પોોલિસ કમિશ્નર એચ.આર. મુલીયાણા વિગેરે  દ્વારા  સ્થાનિક  પોલીસ ઉપરાંત ક્રાઇમબ્રાંચ , ટ્રાફિક બ્રાંચ સહિતના બ્રાંચોને કામગીરી સુપ્રત કરી છે.

ભાવનગર - બોટાદના ૧૭ સભ્યોની યાદી

જિલ્લો

નામ સરનામુ

ગયેલ તારીખ

પરત તારીખ

રીમાર્કસ

ભાવનગર

હાજી અબ્દુલ કરીમ અલીભાઇ શેખ ઉ.વ.૭૦, રહે. ઇન્ડીયા હાઉસ જોગીવાડની ટાંકી, ભાવનગર

૯-૩-૨૦

૧૧-૩-૨૦

તા. ૨૬-૩-૨૦

મરણ ગયેલ છે.

ભાવનગર

યાસીર મહમદ અબ્દુલ રહેમાન

ઉ.વ.૪૩, રહે. હાલ કાગદી વાડ

મસ્જીદ, સાંઢીયાવાડ વિસ્તાર,

ભાવનગર મૂળ રહે. ૨૦૧ સીટી

સ્ટાર પ્લાઝા, ટાટા સ્કુલની બાજુમાં

નવસારી

૯-૩-૨૦

૧૧-૩-૨૦

આમીન સાહેબ

તરીકે મુસ્લિમ ધર્મનો

ધાર્મિક પ્રચાર કરવાનું

કામ હાલ કરે છે.

ભાવનગર

રીઝવાન ઉર્ફે મુન્નાભાઇ હુશેનભાઇ શેખ ઉ.વ.૫૦ ધંધો અલંગનો રહે. બાગે રસુલ ફલેટ, નવાપરા,

માળી વાળો ખાંચો, ભાવનગર

૯-૩-૨૦

૧૧-૩-૨૦

 

ભાવનગર

આમદભાઇ ઇસ્માઇલભાઇ સરવૈયા ઉ.વ. ૫૪, રહે. ડોસલીનું નહેરૂ નવાપરા, ભાવનગર

૯-૩-૨૦

૧૧-૩-૨૦

એ.એસ.આઇ. તરીકે

પો.હેડ કવાટર્સ

ભાવનગર ખાતે

ભાવનગર

સલીમભાઇ રહીમભાઇ ચોટલીયા ઉ.વ.૨૭ ધંધો નોકરી રહે. કાળુભા રોડ, પી.આઇ. કવાટર્સ ભાવનગર

૯-૩-૨૦

૧૨-૩-૨૦

સરટી હોસ્પિટલ

ભાવનગર ખાતે

નોકરી કરે છે.

ભાવનગર

ફિરોજભાઇ રસુલભાઇ મહેતર ઉ.વ.૬૦, રહે. ગુજરાત હાઉસ ભીલવાડા સર્કલ, ભાવનગર

૯-૩-૨૦

૧૧-૩-૨૦

ગુજરાત ટ્રાવેલ્સ

થકી ટ્રાવેલ્સનો

વ્યવસાય

ભાવનગર

ઇબ્રાહીમ અબ્દુલભાઇ સતાર શેખ ઉ.વ.૪૫, રહે. શીવ શકતી હોલ પાસે, ઇકરા પાર્ક, ભાવનગર

૫-૩-૨૦

૧૧-૩-૨૦

ધંધો વેપાર

ભાવનગર

આરીફ હુશેનભાઇ બાદી

ઉ.વ.૩૦ રહે. જમનાકુંડ

મટન માર્કેટ પાછળ, ભાવનગર

૫-૩-૨૦

૧૧-૩-૨૦

ધંધો મજુરી

ભાવનગર

હુશેનભાઇ અલીભાઇ બાદી

ઉ.વ.૬૫, રહે. લીમડીવાળી સડક,  મક્કા મસ્જીદની લાઇનમાં ભાવનગર

૫-૩-૨૦

૧૧-૩-૨૦

નિવૃત્ત

ભાવનગર

હસનભાઇ અહમદભાઇ શેખ

ઉ.વ.૬૨ રહે. મુનારવાડા, મસ્જીદ પાસે, ઘોઘા, તા. ઘોઘા, જી. ભાવનગર

૫-૩-૨૦

૧૧-૩-૨૦

નિવૃત્ત

ભાવનગર

મૌલાના ઝૈદભાઇ રહે. હુસેનભાઇ મહુવા, જી. ભાવનગર

૮-૩-૨૦

૧૧-૩-૨૦

 

ભાવનગર

ઇરફાનભાઇ ઉમરભાઇ નાગરીયા રહે. સરતાનપર રોડ, પોલીસ સ્ટે.ની સામે તળાજા જી. ભાવનગર

૮-૩-૨૦

હજુ પરત

આવેલ નથી

હાલ દિલ્હી

નિઝામુદ્દીન ખાતે

ભાવનગર

હસનભાઇ અહમદભાઇ શેખ

રહે. મુનારવાડા મસ્જિદ પાસે ઘોઘા, જી. ભાવનગર

૫-૩-૨૦

૧૧-૩-૨૦

 

બોટાદ

ઇલીયાસભાઇ નુરમહદભાઇ માંકડ રહે. જુમ્મા મસ્જીદ પાસે

બોટાદ શહેર

૧૩-૨-૨૦

૨૯-૩-૨૦

તા. ૧૪-૨ થી ૧૬-૨

સુધી નિઝામુદ્દીન દિલ્હી

ખાતે તથા તા. ૧૭-૨થી

તા. ૨૮-૩ સુધી જીંદ

હરીયાણા ખાતે

બોટાદ

શરીફાબેન ઇલીયાસભાઇ માંકડ રહે. જુમ્મા મસ્જીદ પાસે, બોટાદ શહેર

૧૩-૨-૨૦

૨૯-૩-૨૦                       ,,

 

બોટાદ

સુલેમાનભાઇ અબ્દુલ રહીમભાઇ પાધરશી રહે. વોરાવાડ, બોટાદ

૧૩-૨-૨૦

૨૯-૩-૨૦                       ,,

 

બોટાદ

રોશનબેન સુલેમાનભાઇ પાધરશી રહે. વોરાવાડ, બોટાદ

૧૩-૨-૨૦

૨૯-૩-૨૦                       ,,

 

(11:54 am IST)