Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ગોંડલમાં એમ્બ્યુલન્સ સેવા ઠપ્પઃ બંન્ને PSIને સસ્પેન્ડ કરો

શ્રમિકનો મૃતદેહ લઇને જતા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલ્લ રાજયગુરૂને પોલીસે માર માર્યાની ઘટનાના ઉગ્ર પડઘા : પીએસઆઇ ધામાને સસ્પેન્ડ કરવાનો હુકમ : બીજા પીએસઆઇને પણ સસ્પેન્ડ કરવાની માંગણીઃ તમામ એમ્બ્યુલન્સો અને શબ વહીનીઓ ગોંડલ પોલીસ મથકે રાખી દેવાઇ

તસ્વીરમાં માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલ્લ રાજયગુરૂને પોલીસે માર માર્યો હતો તે નજરે પડે છે. બીજી તસ્વીરમાં પોલીસ અત્યાચારનો ભોગ બનેલ પ્રફુલ્લ રાજયગુરૂ અને છેલ્લી તસ્વીરમાં એમ્બ્યુલન્સોના થપ્પા થયા દૃશ્યમાન થાય છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા.૧: ગોંડલની રાજકોટ શ્રમીકના મૃતદેહ મુકવા જઇ રહેલા ગોંડલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખને રાજકોટ પોલીસે માર માર્યાની ઘટનાના ઉગ્ર પડઘા પડયા છે. રાજકોટ પોલલીીસ કમીશ્નરે મનોજ અગ્રવાલે એસ.આઇ. ધામાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે ત્યારે માર મારનાર બીજા પી.એસ.આઇને પણ સસ્પેન્ડ કરવાની માંગણી સાથે ગોંડલમાં એમ્બ્યુલન્સ સેવા ઠપ્પ કરી દેવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ માનવ સેવા ટ્રષ્ટ પ્રમુખ અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા પ્રફુલભાઈ રાજયગુરુ સાંજના સુમારે ગુંદાળા રોડ પર રહેતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના ૩૫ વર્ષીય યુવાનનું બીમારી સબબ મોત નિપજયુ હોય તેના મૃતદેહને લઈ રાજકોટ મુકવા જઈ રહ્યા હતા ત્યારે કોઠારીયા સ્કોડા શોરૂમ પાસે પોલીસના બે અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની વાત સાંભળ્યા વગર માર મારવામાં આવતા પ્રફુલભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામ્યા છે તેમ છતાં પણ તેઓ દ્વારા માનવતાની રૂએ ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહને રાજકોટ પહોંચ્યો કરવામાં આવ્યો હતો અને જયાંથી તેઓ પરત ફરી ગોંડલ સરકારી હોસ્પિટલ સારવાર માટે દાખલ થયા હતા.

માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ પ્રફુલભાઇ રાજયગુરુ ઉપર બે પોલીસ અધિકારીઓ દ્વારા કરાયેલા હિચકારા હુમલાના દ્યેરા પ્રત્યાદ્યાતો પડવા પામ્યા છે હુમલાને લઇ સરકારી દવાખાના ખાતે ગોપાલભાઈ ટોડીયા ગોરધનભાઈ પરડવા સહિત શહેરની નામી-અનામી સંસ્થાઓ ના આગેવાનો તેમજ સદસ્યો દવાખાને દ્યસી આવ્યા હતા અને છેલ્લા આઠ દસ દિવસથી ચાલી રહેલ તમામ સેવાઓ સ્થગિત કરવાની ચીમકી આપી પ્રફુલભાઈ રાજયગુરુ ઉપર હુમલો કરનાર બંને અધિકારીઓને ૨૪ કલાકમાં સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ગોંડલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલ્લભાઇ રાજયગુરૂને માર મારનાર પી.એસ.આ ધામાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. જો કે, માર મારવાની ઘટનામાં બે પોલીસ અધિકારીઓ સામેલ હોય બંને પી.એસ.આઇને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે ગોંડલમાં એમ્બ્યુલન્સ સેવા ઠપ્પ કરી દેવાય છે.

બીજા પોલીસ અધિકારીને પણ સસ્પેન્ડ કરવાની માંગણી સાથે રોષે ભરાયેલ ગોંડલના સેવાભાવીઓને ગોંડલ પોલીસ મથક ખાતે એમ્બ્યુલન્સોને સ્ટોપ કરી દીધી છે તેમજ શબવાહિનીઓ પણ પોલીસ મથક ખાતે રાખી દેવામાં આવી છે.

(11:56 am IST)