Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

વતન જવા નિકળેલા ૧ર શ્રમિકોને સમજાવી તેઓને બંધ સાઇટ પર મોકલ્યાઃ રાશનની વ્યવસ્થા કરાવાઇ

ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા બાંધકામ મજુરો માટે ભોજન સહીતની વ્યવસ્થા કરાવાઇ રહી છેઃ કુલ ર૮ર૭ મજુરોને ભોજન વ્યવસ્થા કરાવાઇ

રાજકોટ, તા., ૩૧્યઃ લોકડાઉનની અપીલમાં બાંધકામ મજુરોને ભોજન સહીતની વ્યવસ્થા છે કે કેમ તે અંગે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા સર્વેમાં ૧ર જેટલા શ્રમીકો વતન જવા નિકળતા હોઇ તેઓને સમજાવી તેઓ માટે રાશન વગેરેની વ્યવસ્થા કરાવાઇ હતી.

આ અંગે ટી.પી.ઓ. શ્રી સાગઠીયાનાં જણાવ્યા મુજબ હાલ સમગ્ર દેશમાં નોવેલ કોરોના વાયરસકે જેને ડબલ્યુ એચઓ દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરવામાં આવેલ છે તથા હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા ભારત સરકાર દ્વારા ર૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જયારે આજ રોજ પાટીદાર ચોક પરની બાંધકામ સાઇટના આશરે ૧ર શ્રમીકો (સ્ત્રી પુરૂષ બાળકો સાથે) પોતાના વતન મધ્યપ્રદેશ તરફ જતા સ્થળ વિઝીટ દરમ્યાન જોવા મળતા ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા તેઓને વોર્ડ નં. ર ના એરપોર્ટ રોડ અમરજીતનગર પાસેથી અગટકાવેલ તથા સમજાવટ કરીને તેમના માટે ખાવા-પીવાનું નાસ્તો કરાવીને આ તમામ મજુરોને તેમની મૂળ બાંધકામ સાઇટ પર પહોંચાડવા આવેલ છે. તથા લગત બાંધકામ કોન્ટ્રાકટર-બિલ્ડરને આવુ ફરી વખત ન બને તે માટે જરૂરી ધ્યાન આપવા તાકીદ કરવામાં આવેલ છે.

ર૮૦૦ બાંધકામ મજુરો માટે ભોજનની વ્યવસ્થા

હાલ સમગ્ર દેશમાં નોવેલ કોરોના વાયરસ કે જેને ડબલ્યુ એચઓ દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરવામાં આવેલ છે તથા હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા ભારત સરકાર દ્વારા ર૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરવામા઼ આવેલ છે તેવા સમયે મ્યુ. કમિશ્નરની સુચના અને રાજકોટ મહાનગર પાલીકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલતી બાંધકામો સાઇટ માટે રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનના હોદેદારો સાથે સંકલનમાં રહી વિવિધ વિસતારમાં આવેલ કુલ ૬૧ બાંધકામ સાઇટસ પર વસવાટ કરતા કુલ ર૮ર૭ બાંધકામ મજુરો માટે ખોરાક અન્નનો પર્યાપ્ત  પુરવઠો પુરો પાવા માટે બિલ્ડર એસોસીએશન મારફત વ્યવસ્થા કરવામાં આવેલ છે.

(4:22 pm IST)