Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

મારી પુત્રીને બેગ્લુરૂમાં કોવોરોન્ટાઇન કરવામાં આવી'તીઃ નોટીસ રાજકોટનાં બંગલો ઉપર કેમ ચિપકાવી?!:ડો.વડાલીયાનો પ્રશ્ન

રાજકોટ, તા., ૩૧: રાજકોટ રેલ્વે હોસ્પીટલમાં ફરજ બજાવતા ડો. વડાલીયાના રાજકોટ સ્થિત બંગલો (રેલ્વે વસાહત) ઉપર રા.મ્યુ. કોર્પો. દ્વારા હોમ કવોરોન્ટાઇનની નોટીસ ચીપકાવવામાં આવતા ડોકટરે આ નોટીસ હટાવી લીધી હતી. આ બારામાં તેમણે વેધક સવાલ કર્યો છે કે મારી પુત્રીને તેની અન્ય ૩ સહેલીઓ સાથે ફોરેનથી આવતા બેંગ્લોરમાં રપમી સુધી કોરોન્ટાઇન કરવામાં આવી હતી. આ અંગેની જાણ સંબંધીત તંત્રએ રાજકોટ મ્યુ. કોર્પો.ને કરતા તેમણે મારા રહેણાંક ઉપર નોટીસ લગાવી હતી. જે મને બીનજરૂરી લાગતા દુર કરી હતી. આ અંગે ડીવીઝનલ રેલ્વે મેનેજર મારફત મ્યુનિસીપલ કમિશ્નર રાજકોટને પણ જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રપ મીની કોરોન્ટાઇન અવધી પણ પુર્ણ થઇ ગઇ છે.

(3:58 pm IST)