Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ગઇકાલે કોરોના પોઝીટીવ યુવાનના પરિવારના ૪, મેડીકલ ઓબ્ઝર્વેશનમાં : સંપર્કમાં આવેલા ૩૬ હોમ કોરન્ટાઇન

રાજકોટમાં હજુ ૩૧૫ વિદેશથી આવેલા લોકો હોમ કોરન્ટાઇનમાં

રાજકોટ તા. ૩૧ : કોરોના સંક્રમણ રોકવા લોકડાઉન સહિતના કડક પગલા લેવાયા છે તેની વચ્ચે શહેરમાં કોરોના પોઝીટીવ કેસ એકલ - દોકલ સ્થિતિમાં મળી રહ્યા છે. ગઇકાલે ૧ યુવાનનો પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ તંત્રએ તેના પરિવારના ૪ વ્યકિતઓને સરકારી કોરન્ટાઇનમાં રાખી મેડીકલ ઓબ્ઝર્વેશન શરૂ કર્યું છે. જ્યારે આ યુવાનના સંપર્કમાં આવેલ ૩૬ વ્યકિતઓને હોમ કોરન્ટાઇનમાં રખાયા છે. આ અંગે આરોગ્ય તંત્રના સત્તાવાર રીપોર્ટમાં જણાવ્યા મુજબ ગઇકાલે શહેરનાં ફિલ્ડમાર્શલ રોડ પર સાનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનને કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવતા આ યુવાનને ક્રાઇસ્ટ હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં સારવાર અપાઇ રહી છે. આ યુવાન તેના અમદાવાદ સ્થિત કોરોના પોઝીટીવ મિત્રના સંપર્કમાં આવ્યો હતો. દરમિયાન હવે આ યુવાનનો પોઝીટીવ રીપોર્ટ આવતા તેના પરિવારનાં ૪ વ્યકિતઓને મેડીકલ ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. જ્યારે તેના સંપર્કમાં આવેલા અન્ય ૩૬ વ્યકિતઓને હોમ કોરન્ટાઇન કરાયા છે. નોંધનિય છે કે શહેરમાં અગાઉ વધુ વિદેશથી આવેલા લોકોના પરિવારજનો સહિત ૬૦૦ વ્યકિતઓને હોમ કોરન્ટાઇન કરાયા છે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(3:44 pm IST)