Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

સેવા પરમો ધર્મઃ ફરજ સાથે નૈતીક ફરજ નિભાવતા પત્રકારો- ફોટોગ્રાફરો

સહકાર ગ્રુપના પિન્ટુભાઈ ખાટડી અને સંદિપ બગથરીયાના નેતૃત્વમાં સેવાકીય કાર્યોઃ ફરજનિષ્ઠ પોલીસ માટે ડીલીવરીમેન બની પીઝા ડીલીવરી કરતા પત્રકારો રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઈલેકટ્રોનીક મીડીયા તથા કેમેરામેન એશેસીએશન તથા સહકાર ગ્રુપની અદ્દભુત સેવા

રાજકોટઃ કુદરતી આફતો સામે હંમેશા અડીખમ ગુજરાતીઓ પોતે નોખી માટીના માનવી છે. તેવુ સાબિત કરતી માનવતા હરહમેશા છલકાવે છે. કોવીડ-૧૯ કોરનાના સંકટ સામેની લડતમાં લોકો લોકડાઉનમાં ઘરમા રહી દેશ સેવા કરે છે. તો ફરજનિષ્ઠ પોલીસકર્મીઓ- તબીબો- પત્રકાર આલમ, સફાઈ કામદારો પોતાની ફરજ પર અડીખમ છે.

ફરજ ઉપરાંત નૈતીક, ફરજ નિભાવવામાં રાજકોટનું પત્રકાર આલમ સદા અગ્રેસર રહે છે. રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઈલેકટ્રોનીક મીડીયા એશોસીએશન તથા સહકાર ગ્રુપ દ્વારા અનોખુ અભીયાન સંપન્ન થયું જેમાં રાજકોટના જાણીતા પત્રકારો પોતે જ ડીલવરી બોય બની ફરજ બજાવી રહેલા કર્મઠ પોલીસ સ્ટાફને પીઝા ડીલીવરી કરવા નીકળ્યા હતા.

સીનીયર ફોટોગ્રાફર શ્રી અશોકભાઈ બગથરીયા (અકિલા)ના માર્ગદર્શન સાથે પ્રેસ ફોટોગ્રાફર એસો.ના પ્રમુખ- સંદીપભાઈ બગથરીયા (અકીલા),  સહકાર ગ્રુપના પ્રમુખ ધમેન્દ્રસિંહ રાણા (પિન્ટુભાઈ ખાટડી),  સહકાર ગ્રુપના ઉપપ્રમુખ સંદીપ બગથરીયા, સિનીયર પત્રકાર બલરામભાઈ કારીયા ( ગુજરાત મીરર), નિલેષભાઈ તન્ના (ફુલછાબ), દિગુભા ઝાલા (આજકાલ), સીનીયર રીપોર્ટર આજતક ચેનલ તેજસ શિશાંગીયા,  અનિરૂધ્ધ નકુમ (નવગુજરાત સમય), કલ્પેશ ગોહેલ (આજકાલ), ભાવેશ લશ્કરી (ટીવી-૯), પ્રકાશ રાવરાણી (દિવ્યભાસ્કર), જયેશ રાવરાણી (સીટીન્યુઝ), દેવેન અમરેલીયા (સાંજ સમાચાર), દિવ્યરાજસિંહ સરવેયા (ગુજરાત મીરર), દર્શન ભટ્ટી, હર્ષ ભટ્ટી, જીજ્ઞેશ જાની (આજકાલ), જીજ્ઞેશ જાની, રવિ ગોંડલીયા (ગુજરાત મીરર), મયુર લાઠીગરા (મંતવ્ય ટીવી), પાર્થ લાઠીગરા,  રવિ ચાવડા ( મંતવ્ય ટીવી), હર્ષિલ ગોસાઈ સહિતના પત્રકારો સેવા કાર્યમાં જોડાયા હતા. આ આયોજનમાંનેપલ્સ પીઝા સહયોગ સંદીપભાઈ બગથરીયા, યોગેશ બગથરીયા તથા પંકજભાઈ સોરઠીયાએ આપ્યો હતો. રાજકોટના પત્રકાર મીત્રો દ્વારા જરૂરીયાતમંદો માટે  રોજે રોજ ફુડ પેકેટ વિતરણ કરવામાં આવી રહ્યા છે. ફરજ ઉપર રહેલા પોલીસ મીત્રોને પીઝા ખવડાવી પત્રકારોએ નૈતીક ફરજ અદા કર્યાનો અનુભવ કર્યો હતો. (તસ્વીરઃ પ્રિન્સ બગથરીયા)

(11:38 am IST)