Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રાજકોટની કોવિડ-૧૯ હોસ્પિટલમાં પ્રેગ્નન્ટ મહિલા દર્દી માટે અને ઓપરેશન માટે ખાસ વ્યવસ્થા

રાજકોટ : અહિંની સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના (કોવિડ-૧૯)ની ૨૦૦ બેડની ખાસ હોસ્પિટલમાં જો કોઈ મહિલા - પ્રેગ્નન્ટ દર્દી આવે તો તેની પ્રસુતિ માટે અને કોઈ દર્દીને કોઈ ઓપરેશનની જરૂર પડે તો તે માટે ફુલ ફલેજ ઓપરેશન થિયેટરની વ્યવસ્થા ઉભી કરાયાનું સિવિલ હોસ્પિટલના વર્તુળો જણાવે છે.

સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના અંગે અલગ ઓપીડી, બ્લડ કલેકશન સેન્ટર અને ઈન્વેસ્ટીગેશનની તમામ સુવિધા ઉભી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અહિં ડીજીટલ એકસ-રે માટે આધુનિક ડીજીટલ મશીનો, રેડીઓગ્રાફી માટે પણ સુવિધા ઉભી કરવામાં આવી છે.

કોરોનાના દર્દીઓ રાજકોટની કોરોના - કોવિડ-૧૯ હોસ્પિટલમાં વધતા જાય છે. તેવા સંજોગોમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના હોસ્પિટલના ગ્રાઉન્ડ ફલોરમાં ઓપીડી માટે ખાસ જગ્યા ફાળવાયાનું ઉપરાંત કાઉન્સીલીંગ સીડી દ્વારા એજ્યુકેટ કરવાની પણ મોટી જગ્યા સાથે વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના - કોવિડ-૧૯ના કેસોના કન્ફર્મેશન માટે બહાર સેમ્પલ મોકલવા પડતા પણ તે માટેની કીટ પણ આવી પહોંચ્યાનું અને હવે કોઈપણ અંતરાય વિના અહિં જ બધા ટેસ્ટ થઈ જશે.(૩૭.૩)

કોરોના હોસ્પિટલ માટે ૭નો નવા સ્ટાફની ભરતી

રાજકોટ : કોવિડ-૧૯ હોસ્પિટલ માટે ૫ નવા ડોકટરો સાથે ૭નો નવો સ્ટાફ ભરતી કરાયાનું જાણવા મળે છે જેમાં બાળકોના નિષ્ણાંતનો પણ સમાવેશ થાય છેસ્ન

(11:13 am IST)