Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

જાહેરનામા ભંગના ૧૩૬ કેસઃ કર્ફયુ ભંગના ૯૮, માસ્ક ન પહેરનાર ૧૮ પોલીસની ઝપટે ચડયા

રાજકોટ તા. ર૭: કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે પોલીસ કમિશ્નરના અલગ અલગ જાહેરનામાનું પોલીસ કડક પાલન કરાવી રહી છે જેમાં ગઇકાલે જાહેરનામા ભંગના કુલ ૧૩૬ કેસ નોંધાયા છે.

કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી કર્ફયુ સહિતના નિયમોનું કડક રીતે પાલન કરાવી રહી છે. જેમાં ગઇકાલે પોલીસે રાત્રી કર્ફયુના ૯૮, માસ્ક પહેર્યા વગર નીકળનારા ૧ઠ, સોશિયલ ડીસ્ટન્સના ૯ અને વાહનમાં વધુ મુસાફરોને લઇ નીકળેલા ૮ ચાલકો તથા હોમકોરોન્ટાઇ હોવા છતાં ઘરની બહાર નિકળનારા ૩ને પકડી કાર્યવાહી કરવામાં આવી હતી.

(4:45 pm IST)