Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

રાજકોટ મ.ન.પા. દ્વારા સતત કોરોના ટેસ્ટીંગઃઆજે ૧૮ હજાર કીટ આવીઃ વધુ રર હજાર મંગાવાઇ

એન્ટીજન કીટની અછત ન સર્જાય તે માટે સતત ખરીદી ચાલુઃ પુષ્કર પટેલ

રાજકોટ તા. ર૭: શહેરમાં કોરોના સંક્રમણ રોકવા મ.ન.પા. તંત્ર હવે ટેસ્ટીંગ પર વધુ ધ્યાન આપી રહેલ છે. દરરોજ ૧૦ હજારથી વધુ લોકોનું લટેસ્ટીંગ થઇ રહ્યું છે. આથી એક પણ ટેસ્ટીંગ બુથ કે આરોગ્ય કેન્દ્રમાં કીટની અછત ન સર્જાય તે માટે દેશભરમાં જયાં-જયાં એન્ટીજન કીટ મળી રહી છે ત્યારે મ.ન.પા. પોતાના ખર્ચે કીટ મંગાવી રહેલ છે તેમ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું.

ચેરમેનશ્રીએ વધુમાં જણાવેલ કે આજે ૧૮ હજાર કીટ આવી ગઇ છે અને બીજી વધુ રર હજાર કીટનો જથ્થો આવી રહ્યો છે.

આમ કોરોના ટેસ્ટીંગ કીટની અછત ન સર્જાય તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ હોવાનું ચેરમેનશ્રીએ જણાવેલ.

(4:41 pm IST)