Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

સૌ એક બન્યા છે, સૌનો સહકાર આ રીતે મળતો રહેશે તો આ સંકટમાંથી બહાર આવી જશું

સિવિલમાં સારવાર લઈ રહેલા દર્દીના પુત્ર અદનાનભાઈ અકબર અલીભાઈનો પ્રતિભાવ

રાજકોટ : દરેક સંકટનું નિરાકરણ હોય છે અને તેમાં સૌ એકજૂટ થઇ લડત આપે તો સંકટ મુશ્કેલી કે મહામારીમાંથી બહાર નીકળી શકાય છે.રાજકોટમાં એકબીજાને મદદ કરવાની સાથે સૌ કોઇ સરકારી ગાઇડ લાઇનના પાલન સાથે કોરાનાની મહામારી સામે જાગૃતિ દાખવી રહયા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં યુધ્ધના ધોરણે કોરાનાના દર્દીઓ માટે સારવાર તેમજ દર્દીના સગાઓ માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ વ્યવસ્થાઓને દર્દીના સગા શ્રી અદનાનભાઇ અકબરઅલીએ આવકારી પ્રતિભાવ આપ્યો હતો.

 રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અદનાનભાઇએ જણાવ્યું હતું કે મારા પિતાને કોરાનાનું સંક્રમણ થતા રાજકોટની સિવિલમાં ચોથા ફલોર પર દાખલ કરવામાં આવ્યા છે. તબીબો અને સ્ટાફ દ્વારા કાળજી, સારવાર અને હુંફ આપવામાં આવે છે.તેમણે હોસ્પિટલમાં અને ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં કંટ્રોલ રૂમની સેવાને આવકારતા કહયું કે, દર્દીઓ સાથે તાત્કાલિક વાત કરવા મળે છે. વીડીયો કોલ પણ જલદી લાગી જાય છે. સરકાર દ્વારા કરાયેલ ઇંતેજામ સારો છે. વ્યવસ્થા પણ સારી છે. કોરાનાની મહામારીમાં સૌનો સહકાર અને સાથ મળતો રહેશે તો આપણે આ સંકટમાંથી બહાર આવી જશું. સૌ એકબીજાને મદદ કરે છે તે સારૃં છે. કોરાના સામે આપણે એક થઇને કામ કરવાનું છે. તબીબો દ્વારા દર્દી સાજા થઇ જાય અને સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફરે તે માટે સેવા અને સારવાર થઇ રહી છે.

(3:27 pm IST)