Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

સિવિલ હોસ્પિટલ, જામનગર રોડ અને યાજ્ઞિક રોડ પરથી બેભાન મળેલા ત્રણ અજાણ્યા પુરૂષના મોત

મૃતકોના કોઇ વાલીવારસ-પરિચીત હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૭: સિવિલ હોસ્પિટલમાં વોર્ડ નં. ૧૦ પાસેથી, જામનગર રોડ પર ભીસ્તીવાડના ખુણેથી અને યાજ્ઞિક રોડ પર ઇમ્પિરીયલ પેલેસ હોટેલ સામેની ફૂટપાથ પરથી અજાણ્યા પુરૂષો આશરે ૫૦ વર્ષ, આશરે ૫૫ વર્ષ અને આશરે ૫૫ વર્ષના બેભાન મળી આવતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. તસ્વીરમાં દેખાતા મૃતકોના કોઇ સગા સંબંધી-પરિચિત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. એએસઆઇ કે. વી. માલવીયા, વી. બી. રાજપૂત અને રામજીભાઇ પટેલ તપાસ કરે છે.

(1:02 pm IST)