Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

પુષ્કરધામ વિસ્તાર પેવિંગ બ્લોકથી મઢાશે : કોંગી કોર્પોરેટરના પ્રયત્ન સફળ

રાજકોટ  : વોર્ડ નં.૧૦ ના પુષ્કરધામ રોડ ઉપરના રૂરલ હા. બોર્ડ વિસ્તાર તથા ઘનશ્યામનગર વિસ્તારમાં કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની ગ્રાંટમાંથી પેવિંગબ્લોકનું કામ મંજુર થતા અનુક્રમે નિષ્ઠા મહેતા તથા હીરજીભાઇ ભુતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર કોંગી મહામંત્રી ડી.બી. ગોહિલ, વોર્ડ મહામંત્રી નિલેશભાઇ વિરાણી, તુષાર ભૂત, અંકુર માવાની, કેતન પટેલ, જયેશભાઇ ગોસ્વામી, એસ.ડી.મહેતા, મુકુંદરાય દવે, મયુરભાઇ નૈનસોૈનૈયા, જીતુભાઇ જોષી, રીનાબેન મહેતા, જીજ્ઞાબેન ટાંક, મરીયમબેન ઓડીયા, ઇલાબેન મહેતા, નીમુબેન ધોરીયાણી, શીતલબેન પટેલ, કાન્તાબેન કાકડીયા, જાગૃતિબેન મોણપરા, રમાબેન ગોસ્વામી, વિરલબેન ભુત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:31 pm IST)