Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

દેવપરાના દોસ્તી ચોકમાંથી દારૂની ૮૪ બોટલ સાથેની કાર પકડાઇ

ભકિતનગર પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યોઃ આરોપીની શોધખોળ

રાજકોટઃ ભકિતનગર પોલીસ મથકના કોન્સ. વિશાલ બસીયાને મળેલી બાતમી પરથી દેવપરાના દોસ્તી ચોકમાંથી રૂ. ૪૨૦૦૦નો ૮૪ બોટલ દારૂ ભરેલી જીજે૧૧એસ-૧૨૯૭ નંબરની અલ્ટો કાર પકડી લેવાઇ હતી. ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં પી.આઇ. વી. કે.ગઢવી અને ટીમના પીએસઆઇ પી. બી. જેબલીયા, કોન્સ. રાજેશ ગઢવી, હોમગાર્ડ નઇમખાન પઠાણ, નિલેષ હેરમા અને કોન્. વિશાલ બસીયાએ આ કામગીરી કરી હતી. જો કે ચાલક મળી આવ્યો ન હોઇ શોધખોળ થઇ રહી છે. દારૂ-કાર મળી રૂ. ૧,૨૨,૦૦૦નો મુદ્દામાલ જપ્ત થયો છે.

(3:28 pm IST)