Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વોર્ડ નં.૧૩માં રૂ.૭ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો મંજુર

કોર્પોરેટર જયાબેન હરિભાઇ ડાંગર અને નીતિન રામાણીના પ્રયત્નો સફળ

રાજકોટ તા ૨૬  :  મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર તથા હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને કલીયરન્સના સમિતી ચેરમેન જયાબેન હરિભાઇ ડાંગર, નીતિનભાઇ રામાણી તથા પુર્વ કોર્પોરેટર હરીભાઇ ડાંગરના પ્રયત્નોથી જુદા જુદા વિસ્તારોમાં કરોડોના કામો મંજુર કરવામાં આવ્યા છે.

આ અંગે જયાબેન અને નીતિનભાઇ ના જણાવ્યા પ્રમાણે વોર્ડ નં.૧૩ ના ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, ગુલાબવાડી, અમરનગર, મહાદેવવાડી,ની જુદી જુદી શેરીઆમાં રૂ.૪.૪૦ કરોડના ખર્ચે ડામર કાર્પેટ કરવામાં આવશે, તથા નવરંગ પરા વિસ્તારમાં રૂ.૯.૬૦ લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાનું તથા મેન હોલ બનાવવાનું કામ કરવામાં આવશે, તેમજ અંબાજી કડવા પેલટ વિસ્તારમાં શેરી નં.૨ શ્યામાપ્રસાદ મુખર્જી શાળા નં.૬૯માં રૂા૨.૭૭ કરોડના ખર્ચે નવુ સ્કુલ બિલ્ડીંગ બનાવવામાં આવશે. જેમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ આધારે પ્લાનિંગ કરવામાં આવેલ છે. શાળામાં ગ્રાઉન્ડ ફલોરમાં ૪ કલાસ રૂમ, એક પ્રીન્સીપાલ રૂમ, તથા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે અલગ અલગ ટોયલેટની સુવિધા, બીજા અને ત્રીજા માળે એક ઓફીસ, સ્ટાફરૂા, બે સ્ટોર રૂમ, કલાર્ક રૂમ, તથા ૮ કલાસ રૂમ આપવામાં આવનાર છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પ્લે ગ્રાઉન્ડ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ગાર્ડન, જરૂરી પાર્કિંગ, જરૂરી ફર્નીચર, ઇલેકટ્રીક ફિકચર્સની વ્યવસ્થાન આયોજન (આશરે કુલ ૨૧૬૦ ચો.મીનું બાંધકામ) કરવામાં આવનાર છે. આ કામો મંજુર થતા લોકોમાં હર્ષની લાગણી પ્રસરી છે.

કાર્યકારી મેયર અશ્વિનભાઇ મોલીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઇ પરમાર, મ્યુનિસિપલ કમિશનર ઉદય અગ્રવાલનો ખુબ ખુબ આભાર કોર્પોરેટર તથા હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ કલીયરન્સ કમીટી ચેરમેન જયાબેન હરિભાઇ ડાંગર, નીતિનભાઇ રામાણી તથા પુર્વ કોર્પોરેટર હરિભાઇ ડાંગરે માન્યો હતો તેની કોર્પોરેટરની યાદીમાં જણાવ્યું છે

(3:24 pm IST)