Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વોર્ડ નં.૩ના લોર્ડ ક્રિષ્ના અને ક્રિષ્ના પાર્ક ખાતે પેવર કામનો પ્રારંભઃ ખાતમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વિકાસના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, જેના અનુસંધાને વોર્ડ નં.૦૩માં લોર્ડ ક્રિષ્ના અને ક્રિષ્ના પાર્ક ખાતે પેવર રોડનું ખાતમુહૂર્ત કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી તથા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના  હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં.૦૩ના કોર્પોરેટર ગાયત્રીબા વાદ્યેલા, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી હિતેશભાઈ રાવલ, રાજુભાઈ દરિયાનાણી, આર.ડી.ગોહિલ, અશોકસિંહ વાદ્યેલા, દિગ્વિજયસિંહ જેઠવા, હરેશભાઈ જોષી, વિજયભાઈ કોશિયા, હસમુખભાઈ, નીતિનભાઈ, સિધ્ધરાજસિંહ, જનકસિંહ, સુનીલભાઈ, અશોકભાઈ વાણીયા, ધર્મેશભાઈ ભટ્ટ, રમેશભાઈ ખીરા, રવિભાઈ, દર્શનભાઈ વૈદ, નીરજભાઈ ઠાકર, રાવતભાઈ, વાલાભાઈ પટેલ, વનરાજસિંહ જાડેજા, ગગુભાઈ હુંબલ, કીરણબા જાડેજા, કુલદીપસિંહ જાડેજા, પ્રવીણભાઈ સરવૈયા, હરિશ્યંદ્રસિંહ ગોહિલ, જુવાનસિંહ ગોહિલ, ભુપતભાઈ ગોસાઈ, કે.સી. જાડેજા, સંજયસિંહ, અશોકભાઈ હરિયાણી, કે.ડી. જાડેજા, ધરમબા જાડેજા, કિશોરભાઈ ગઠવી તથા બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પેવર કામનો શુભારંભ થવાથી વિસ્તારના રહીશોએ આનંદની લાગણી વ્યકત કરેલ.

(3:22 pm IST)