Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

રાજકોટમાં સુવર્ણકારો માટે વિનામૂલ્યે બહુહેતુક પરિચય કાર્ડ કેમ્પનો પ્રારંભ

કારીગરો જેમાં કુશળતા ધરાવતા હશે તેની મળશે માહિતી

રાજકોટમાં સોની કારીગરો માટે રાજકોટ જેમ્સ અને જ્વેલરી એસો. તેમજ જીજેઈપીસી પરિચયકાર્ડ યોજના શરુ કરી છે જેમાં વેપારી અને કારીગરો બન્નેને ફાયદો મળશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસો. તથા જી.જે.ઈ.પી.સી. સુરતના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં પરિચયકાર્ડનો કેમ્પ રાખવામાં આવેલો છે.

 આ કેમ્પ સોમવારથી શનિવાર 30 નવેમ્બર સુધી રાજકોટ ખાતે યોજનાર છે પરિચયકાર્ડ વિનામૂલ્યે મળશે. આ માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો, એડ્રેસ પ્રૂફ માટે ચૂંટણીકાર્ડ કે આધારકાર્ડની ઝેરોક્ષ રજૂ કરવાની રહેશે. આ કેમ્પ જેમ્સ એન્ડ જ્વેલરી એસો. રાજકોટ શ્રી હરિ,2-10 દીવાનપરા કોર્નર આશાપુરા કોમ્પ્લેક્સની બાજુમાં સોનીબજાર ખાતે રાખવામાં આવ્યો છે.

 આ પરિચયકાર્ડથી જે સોની કામ કરે છે અને કોઈ પણ સંસ્થા સાથે સંકળાયેલા નથી તેને કાર્ડથી ઓળખ મળશે અને એ પણ સાબિત થશે કે તે સોની કામ સાથે સંકળાયેલા છે.પરિચયકાર્ડ ધારક 75 ટકા ડિસ્કાઉન્ટ સાથે તેમના પરિવાર માટે આરોગ્ય વીમા યોજના મળી શકશે, જીજેઈપીસી કારીગરો અને તેમના પરિવાર માટે સ્વાસ્થ્ય કોસ નામની અસરકારક અને કસ્માઈઝ્ડ આરોગ્ય વીમા યોજના લાવી છે તેમાં કારીગરોએ માત્ર 25 ટકા જ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.

 વધુમાં આ પરિચયકાર્ડ દ્વારા કારીગરો જેમાં કુશળતા ધરાવતા હશે તેની તરત માહિતી મળી જશે કેમકે આ યોજનામાં કટિંગ, ફેસટિંગ, ડિઝાઈનિંગ વગેરે માહિતીનું સંકલન હશે.,બેન્કમાં કારીગરો પરિચયકાર્ડ રજૂ કરશે તો તે માન્ય ગણાશે.

(1:17 pm IST)