Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સરગમ કલબના મલ્ટી એકિટવીટી સેન્ટરમાં પૂજા - હવન : ૧લી ડિસેમ્બરે ઉદ્દઘાટન

આરોગ્ય, હેલ્થ, સિવણ, લેબોરેટરી સહિત ૧૧ સેવાઓનો લાભ મળશે : સંતો - મહંતો - આગેવાનો હાજરી આપશે

રાજકોટ : સરગમ કલબે પોતાની સેવાની પાંખો વિસ્તારી છે અને કેનાલ રોડ ઉપર આગામી ૧મી ડિસેમ્બરે આરોગ્ય સેન્ટર અને મલ્ટી એકિટવિટી સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે. આ પૂર્વે નવા બિલ્ડિંગમાં પૂજા-હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, દાતાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. કેનાલ રોડ ઉપર ચેતન હાર્ડવેરની બાજુમાં, દેનાબેંક પાસે આ મલ્ટી એકિટવિટી સેન્ટર બનાવવામાં આવ્યું છે અને તેમાં જુદા જુદા પ્રકારની ૧૧ સેવાઓનો લોકોને લાભ મળશે. આ સેન્ટરનું ઉદઘાટન વૈષ્ણવાચાર્ય પૂ.પા.વ્રજરાજકુમારજીના હસ્તે થશે. આ પ્રસંગે વલ્લભાચાર્ય પ્રગટયપીઠ ગૃહાધિપતિ પ.પૂ.દ્વારકેશલાલજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય થશે. આ પ્રસંગે અધ્યક્ષપદે કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા ઉપસ્થિત રહેશે.

પૂજા-હવનમાં બિલ્ડિંગના મુખ્ય દાતા ડો. સિધ્ધાર્થભાઈ પટેલ, ડો. નીતાબેન પટેલ ઉપરાંત લંડન નિવાસી રજનીભાઇ ઠકરાર અને જયોતિબેન ઠકરાર બેઠા હતા અને લાભ લીધો હતો. પ્રારંભમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ સૌને આવકાર્યા હતા.

સરગમ કલબ દ્વારા મલ્ટી એકિટવિટી સેન્ટર બનાવાયું છે તેમાં આરોગ્ય સેન્ટર, હેલ્થ કલબ સીવણ કલાસ,રાહતદરે લેબોરેટરી નિદાન કેન્દ્ર, ફિઝિયોથેરાપી સેન્ટર,આંખ વિભાગ , વિકલાંગ કોમ્પ્યુટર સેન્ટર,વેલનેસ થેરાપી સેન્ટર,સેરાજેમ સેન્ટર,યોગા સેન્ટર, એકયુપ્રેશર સેન્ટર અને સરગમ સેવા કેન્દ્ર જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

આ પ્રસંગે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી, મૌલેશભાઇ ઉકાણી, સ્મિતભાઈ પટેલ, મનીષભાઈ માદેકા , ખોડીદાસભાઈ પટેલ, જીતુભાઇ ચંદારાણા ,મહેન્દ્રભાઈ ફળદુ, ગીરીશભાઈ પરસાણા, વિનુભાઈ પારેખ, રાકેશભાઈ દેસાઈ, હરેનભાઈ મહેતા, તરલાબેન મહેતા, કિરીટભાઈ આદ્રોજા, અશ્વિનભાઈ આદ્રોજા, પ્રજ્ઞેશભાઈ પટેલ, બિશુભાઈ વાળા, હરેશભાઇ વોરા, મનસુખભાઇ ધંધુકિયા, સુરેશભાઈ પટેલ, હિમાંશુભાઈ શેઠિયા, રાજેન્દ્રસિંહ જાડેજા, હેલીબેન ત્રિવેદી, લતાબેન તન્ના, નીલુબેન મહેતા, . કાંતાબેન કથીરિયા, ડો.ચંદાબેન શાહ, ચંદ્રિકાબેન ધામેલીયા, ઉષાબેન પટેલ, માલાબેન કુંડલીયા, જશુમતીબેન વસાણી, જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી , છાયાબેન દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ બિલ્ડીંગનું ઉદઘાટન સમારોહ તા. ૧ ડિસેમ્બરને રવિવારના રોજ પ્રદ્યુમ્ન કુંવરબા પ્રાથમિકશાળા નં. – ૨, કરણપરા ચોકમાં રાખેલ છે. આ કાર્યક્રમ આમંત્રીતો મહેમાનો માટે જ છે. તેમ સરગમકલબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને મૌલેશભાઈ પટેલે યાદીમાં જણાવ્યું છે.

(1:13 pm IST)