Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

પૂર્વ પ્રેમીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપતાં સળગી ગયેલી ધારીના દેવળા ગામની ભારતીનું મોત

યુવતિની સગાઇ થઇ ચુકી હતી અને આગામી સમયમાં લગ્ન થવાના હતાં: પૂર્વ પ્રેમી દિપક સતત હેરાન કરતો હોવાનો પરિવારજનોનો આક્ષેપઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૬: ધારીના દેવળા ગામે રહેતી ભારતી અરવિંદભાઇ દાફડા (ઉ.૨૦) નામની વણકર યુવતિએ તા. ૧૦ના રોજ અગ્નિસ્નાન કરી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેણીનું રાત્રીના મોત નિપજ્યું છે. આ યુવતિની સગાઇ થઇ ચુકી હતી અને લગ્ન પણ નક્કી થઇ ગયા હતાં. તેણીને પૂર્વ પ્રેમી વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હેરાન કરતો હોવાથી આ પગલુ ભરવા મજબૂર થયાનો આક્ષેપ તેણીના પરિવારજનોએ કર્યો છે.ભારતીએ ૧૦/૧૧ના સવારે છએક વાગ્યે ઘરે અગ્નિસ્નાન કરી લેતાં  ધારી, અમરેલી હોસ્પિટલમાં સારવાર અપાવી ૨૦મીએ રાતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ભારતીએ ગત રાતે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજભાઇએ ધારી પોલીસને જાણ કરી હતી.આપઘાત કરનાર ભારતી બે ભાઇ અને બે બહેનમાં મોટી હતી. ધોરણ બાર સુધી અભ્યાસ કર્યો હતો. તેના પિતા છુટક મજૂરી કરે છે. પરિવારજનોના કહેવા મુજબ ભારતીની સગાઇ થઇ ચુકી હતી અને આગામી સમયમાં લગ્ન પણ નક્કી થઇ ગયા હતાં. પરંતુ તેણીને પૂર્વ પ્રેમી દિપક દાફડા હજુ પણ હેરાન કરી જુના વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતો હોવાથી તેણીએ આ પગલુ ભરી લીધું હતું. ધારી પોલીસે બનાવ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે. દિકરીના મોતથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે.

(11:57 am IST)
  • ગુજરાત હાઇકોર્ટે સ્વામી નિત્યાનંદની બે મહિલા શિષ્યાઓને શોધી કાઢવા ભારતીય એલચી કચેરીઓની મદદ લેવા આદેશ આપ્યો : આ બંને પુખ્ત વયની યુવતિઓના માતા-પિતાએ તેમની પુત્રીઓનો કબ્જો મેળવવા હાઇકોર્ટમાં અપીલ કરી હતી access_time 4:29 pm IST

  • રાજકોટના બે સહિત દેશભરમાં ૨૧ અધિકારીઓની ગેરરીતિ સબબ હકાલપટ્ટી કરતુ ઈન્કમટેક્ષ રાજકોટ : દોઢ દાયકા પૂર્વે વિવિધ જગ્યાએ ફરજ બજાવતા કલાસ-૨ ઓફીસર ખાતાકીય બેદરકારી અને ગેરરીતિ સબબ નાણામંત્રાલયે આકરા પગલા લઈ હકાલપટ્ટી કરી છે : રાજકોટના બે કલાસ-૨ ઓફીસરનો સમાવેશ થાય છે access_time 5:16 pm IST

  • દિલ્હી સરકાર સાથે 140 કરોડની ટેક્સ છેતરપીંડીનું કૌભાંડ જીએસટી સત્તાધીશોએ ઝડપી પાડ્યું છે access_time 10:27 pm IST