Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

રાજકોટ તાલુકા યુવા ભાજપ દ્વારા રકતદાન શિબીર યોજી સુભાષચંદ્ર બોઝને વંદના

રાજકોટઃ મહાનાયક સુભાષચંદ્ર બોઝની ૧૨૧મી જન્મજયંતિ નિમિતે રાજકોટ તાલુકા યુવા ભાજપ દ્વારા રકતદાન શિરબીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આઝાદી મેળવવા માટે નેતાજીની આગેવાનીમાં લાખો યુવાનોએ પોતાનું રકત વહાવ્યું હતુ પરંતુ આઝાદી બાદ આજના સમયે રકતની સાચી કિંમત આકસ્મીક સમયે અથવા કોય બીમારીના સમયે ખબર પડે છે જેથી જરૂરીયાત મંદ થેલેસીમીયા ગ્રસ્ત બાળકો તથા ગરીબ અને નિસ્હાય લોકોના લાભાર્થે રાજકોટ તાલુકા યુવાભાજપ ટીમ દ્વારા આ રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવેલ શિબીરમાં જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, ગ્રામ્ય-૭૧ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, તાલુકા પંચાયત પ્રમુખ ઘોઘુભા જાડેજા, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી નેહલભાઈ શુકલા, તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ શેખલીયા, તાલુકા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ખીમાણીયા, શૈલેશભાઈ અજાણી, જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ વિજયભાઈ કોરાટ, પ્રદેશ યુવા મોરચાના કારોબારી સદસ્ય સતિષભાઈ શિંગાળા, હિતેષભાઈ મહેતા, જીલ્લા ભાજપ અગ્રણી ભુપતભાઈ સેગલીયા, ભરતભાઈ શીંગાળા, ભાસ્કરભાઈ જસાણી, શૈલેષભાઈ શીંગાળા, ગીરીશભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા તાલુકા યુવા ભાજપ પ્રમુખ પ્રવિણ ભુપતભાઈ સેગલીયા તથા તેમની ટીમના મહામંત્રી નિશીત ખુંટ તથા ઉપ-પ્રમુખ મનવીરભાઈ ચાવડા, મહેન્દ્રસિંહ ગોહીલ, આકાશ રવૈયા, વિશાલ સાંકડેચા, દિવ્યેશ રામાણી, મયંક મણવા તથા મંત્રી વિમલ ખંડવી, મયુર કુગશીાયા, કિશન અજાણી, વિશાલ ભુત, હરેશ ડાંગર સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(4:02 pm IST)