Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

અગાઉ થયેલી માથાકુટ પ્રશ્ને કાનજી અને ભાસ્કર વચ્ચે મારામારી

ગોંડલ રોડ જલારામ ગાંઠીયાની બાજુમાં બનાવઃ ભાખો સોની, મયુર સોની સામાપક્ષે કાનો રાઠોડ, કિશન ડોડીયા, ધમો ઉર્ફે વાંદરી, તુષાર ધોળકીયા સામે ગુન્હો

રાજકોટ તા. ૨૨ : અગાઉ પેટ્રોલ પંપ પાસે થયેલી માથાકુટ મામલે ગોંડલ રોડ પુલ પાસે આવેલ જલારામ ગાંઠીયા પાસે સોની અને ખવાસ યુવાન વચ્ચે મારામારી થતાં ભકિતનગર પોલીસમાં સામસામી ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ઢેબર કોલોની કવાર્ટર નં. બી/૯૩માં રહેતો કાનજી ઉર્ફે કાનો માવજીભાઇ રાઠોડ (ઉ.વ.૨૪) રાત્રે તેના મિત્રો કિશન કમલેશભાઇ ડોડીયા, ધમો ઉર્ફે વાંદરી જાદવ અને તુષાર ધોળકીયા તમામ ગોંડલ રોડ જીમી ટાવર પાસે જલારામ ગાંઠીયાની લારી પાસે હતા ત્યારે ભાસ્કર ઉર્ફે ભાખો નરેશભાઇ સોની અને મયુર નરેશભાઇ સોનીએ આવી અગાઉ થયેલ પેટ્રોલ પંપ પાસે થયેલ માથાકુટનો ખાર રાખી ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ એમ.ટી.વાળા તથા હેડ કોન્સ. મનહરદાન ગઢવીએ કાનજી ઉર્ફે કાનો રાઠોડની ફરિયાદ પરથી ભાખો નરેશભાઇ સોની અને મયુર નરેશ સોની તથા જલજીત હોલ પાછળ રહેતો ભાસ્કર ઉર્ફે ભાખો નરેશભાઇ સોનીની ફરિયાદ પરથી કાનો માવજી રાઠોડ, કિશન કમલેશભાઇ ડોડીયા, ધમો ઉર્ફે વાંદરી જાદવ અને તુષાર ધોળકીયા સામે ગુન્હો દાખલ કરી તપાસ આદરી છે.

(4:00 pm IST)