Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

વિરોધ વધુ સંગઠીત બન્યોઃ તમામ સમાજ 'પદ્માવત સંઘર્ષ સમિતિ'ના નેજા તળે એકત્રિત બન્યો

કોઇપણ સમાજની સંસ્કૃતિને આંચ આવવા નહી દેવાયઃ ક્ષત્રિય, રાજપૂત, પટેલ, બ્રાહ્મણ, દરજી, ખાંટ, શિખ, સીંધી, ભરવાડ, રઘુવંશી સહિતના સમાજના અગ્રણીઓનો અડગ નિર્ધાર : લાખો સંકલ્પપત્ર ભરાશેઃ તોડફોડ-આગજની વગર લોકશાહી ઢબમાં પદ્માવતીની ગરિમા કાયમ રાખવા આંદોલન

રાજકોટ તા.રર : પદ્માવત ફિલ્મને લઇને સમગ્ર દેશમાં ઉઠેલા વિરોધ વચ્ચે રાજકોટ શહેરમાં એક નવા આયામનો આરંભ થયો છે. રાજકોટ શહેરના તમામ સમાજની સર્વસમાજ બેઠક આજે રાજકોટ હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતે મળી હતી. જેમાં તમામ સમાજે પદ્માવત ફિલ્મ સામે લડી લેવાના નિર્ધાર સાથે જાહેર કરાયુ કે, કયારેય પણ કોઇપણ સમાજ કે સંસ્કૃતિને ઠેસ પહોંચાડે તેવા એકપણ કૃત્યો સાંખી નહી લેવાય અને તમામ સમાજ ખંભેખંભા મિલાવીને બતાવી દેશે કે રાજકોટ રંગીલુ તો છે જ સાથે સંપીલુ પણ છે.

પદ્માવત સંઘર્ષ સમિતિની નેજા તળે સર્વ સમાજની બેઠકમાં નરેન્દ્રસિંહ જાડેજા (શાપર)ની અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરાઇ હતી.

અધ્યક્ષપદેથી નરેન્દ્રસિંહએ પોતાના વકતવ્યમાં કહ્યુ કે, તમામ સમાજની એવી પ્રબળ ઇચ્છા હોય છે કે રાજકોટના કોઇપણ પ્રશ્ન મુશ્કેલીને સાથે મળીને સુચારૂ અભિગમથી પાર પાડી માં પદ્માવતીને લઇને રાજકોટવાસીઓને એકતાના સુરની તક સાંપડી છે. રાષ્ટ્રવાદને વરેલા દરેક સમાજ, જ્ઞાતિના અગ્રણી કે જવાબદાર તરીકે અહિંસા હાજર છે ત્યારે ભારતીય ભાતીગળ સંસ્કૃતિ, નારી શૌર્ય બિલદાન હિંદુ સંસ્કૃતિને મજાકરૂપે આ પદ્માવત ફિલ્મનો કોઇકાળે સ્વીકાર્ય ન જ હોય પરંતુ સાથોસાથ દેશની જાનમાલ મિલ્કત લો એન્ડ ઓર્ડરની જવાબદારી પણ આપણી જ છે.

માતા પદ્માવતી નહી, સોમનાથ દાદા પર ચઢાઇ કરનાર અને દેશમાં અરાજકતા ફેલાવનાર અખિલજી તે નાયક તરીકે બતાવવાની હિન ચેષ્ટાનો છે. રાજપુત નહી સમગ્ર હિંદુ ભારતીય સહિષ્ણુતાની મજાક ઉડાવનાર સંજય લીલા ભણસાલીને પાઠ ભણાવવાનો જેથી અન્ય કોઇ નિર્માતાઓ કોઇપણ સમાજ, સાંસ્કૃતિકને વિકૃતરૂપે ચિતરવાની કયારેય હિંમત ન દાખવી શકે.

રાજકોટમાં તમામ સમાજ એક થયાએ ખરેખર ત્વારીખરૂ છે અને આ એકતા થકી શાંતિ અને સામુહિક તાકાતનો હકારાત્મક સંદેશ સમગ્ર દેશમાં નોંધનીય અને પ્રેરણારૂપ બની રહેશે. આગામી કોઇપણ સંજોગોમાં કોઇપણ સમાજ કે રાજકોટ પર કયારેય કાંઇ આંચ પ્રયાસ થશે તો આપણે સૌ સાથે મળીને લડશુ. આજથી રંગીલુ રાજકોટ હવે સંપીલુ રાજકોટની નવી ઓળખ આરંભશે.

રાજકોટમાં એક નાનુ તણખલુ કે એક સ્ટેન્ડ પોસ્ટને પણ નુકસાન વિના સૌના સાથથી લડત પાર પાડી રહી છે જે એકતા કાયમી જાળવી રાખવાની સૌની જવાબદારી રહેશે.

કચ્છ-કાઠીયાવાડ ગરાસિયા એસોસીએશનના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજાએ કહ્યુ કે, કોઇપણની ગરીમા ઇજ્જતની સરખામણી નાણા કમાવવાની કુટતા માટે કરાય એ કયારેય સાંખી ન શકાય, જેતપુરના રહેવાસી નારણભાઇ પટેલ નામના લેખકે પદ્માવતી અને ક્ષત્રિયો-રાજપુતોના બલીદાનનું વર્ણન કર્યુ છે. રાજાઓએ લાખો રાજપુતોએ પોતાના જીવ બલીદાનમાં ભોમની રક્ષા કાજે આપ્યા છે અને ભારતીય સંસ્કૃતિ જીવંત રાખી છે તો આવા નપાવટ તત્વોને ફિલ્મનો વિરોધ દર્શાવીને સાચી શ્રધ્ધાંજલી પાટીદાર સમાજ અર્પવા અપીલ કરી હતી.

પાટીદાર સમાજ, સરદાર પટેલ ફાઉન્ડેશનના આગેવાન એડવોકેટ જી.એલ.રામાણીએ ભારતનો ઇતિહાસ ગૌરવવંતો રહ્યો છે. જેને મારી મચોડીને રજુ કરીએ સહન ન થાય. જે ઇતિહાસ ભુલે એ ભવિષ્ય ભુલે. આ ફિલ્મનો પાટીદાર સમાજ વિરોધ સાથે રાજકોટના હિતમાં જે સંઘર્ષ સમિતિ બનીએ પણ સરાહનીયમાની સંપુર્ણ ટેકો જાહેર કર્યો હતો.

રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ બળવંતસિંહ સિંધવ પોતાનુ મંતવ્યમાં જણાવ્યુ કે સંજય લીલા ભણસાલીએ ભારતીય, હિન્દુ સંસ્કૃતિને કાયમીપણે ખરાબ ચિતરવી, સમાજ-સમાજમાં વૈમનસ્ય કે ખટરાગ ઉભા થયા હિન્દુ સમાજમાં ફાટા પડે તેવી દેશ-વિરોધી કે દ્રોહી પ્રવૃતિ ફિલ્મ માધ્યમો દ્વારા કરે છે જેને સબક શીખવવાનો સમય પાકી ગયો છે. સર્વ સમાજ સાથે રહીને ચાલે તો દેશનો ઇતિહાસ ગૌરવશીલ રહે ડેમોક્રેસીમાં સૌથી ઉપર લોકો છે જે સરકારે પણ સમજી લેવુ જોઇએ.

ભુદેવ સેવા સમિતિના પરશુરામધામ ભુદેવ સમિતિના સમીર ખીરાએ સમગ્ર બ્રહ્મસમાજ ભારતીય હિંદનારીના અપમાન, સંસ્કૃતિ માટે લડતમાં પાછી પાની નહી કરે. રાજુભાઇ જોષીએ હિન્દુસ્તાનનું બંધારણ ધર્મ આધારીત, બીન સાંપ્રદાયિક છે જેમાં કોઇ ધર્મની લાગણી દુભાવી ન જોઇએ. ખરેખર તો બંધારણનો ભંગ થયો છે. આપણી સંસ્કૃતિ ધર્મ પર ઘા થયો છે. જેનો જવાબ પણ એટલી તાકાતથી આપો કે આવા ભણસાલી ભારતમાંથી જ ભાગે. મધપુડામાં એક માખીને છંંછેડોને બધી મધમાખીઓ એક બનીને હુમલો કરે છે, એવી રીતે એક સમાજની નારી અસ્મિતા પર મજાક છે તો આપણા સર્વ સમાજરૂપી મધપુડાએ હુમલો કરી હિંદુ એકતાની તાકાત બતાવવી જ પડશે.

ભરવાડ સમાજવતી ઉપસ્થિત આગેવાનો પૈકી રાજુ ઝુંઝાએ કહ્યુ કે આ કોઇ એક સમાજ નહી સમગ્ર સમાજનો પ્રશ્ન છે. આ ભણસાલીનું માનસ જ હિંદુ સમાજ ભારતમાં ભાગલા પડાવો કે નાણા કમાવોની નીચતારૂપ છે. માત્ર આ ફિલ્મ નહી, ભણસાલી પ્રોડકશન પર જ આજીવન પ્રતિબંધ જ આવવો જોઇએ અને આ લડત તેમજ રાજકોટ તથા હિન્દુ સંસ્કૃતિમાં ભરવાડ, માલધારી સમાજ કાયમ આગળ રહેશે.

ચારણ સમાજના અગ્રણીઓ હરેશભાઇ ગઢવી સહિતનાએ જણાવ્યુ કે ધર્મનું રક્ષણ કરશુ તો આપણુ રક્ષણ થશે. ધર્મનું રક્ષણ ક્ષત્રિય સમાજે કર્યુ છે તો આ ધર્મરક્ષકો અને માં ભોમ તથા માતાઓના સન્માનમાં સૌએ સાથે જ રહેવુ પડશે.

શિવસેના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ જીમ્મી અડવાણીએ હિંદુ ધર્મ સમાજ સાથે ચેડા કરવાની સંજયને કુટેવ પડી ગઇ છે. હવે આ કુટેવને કાયમી ઉકેલ કાઢવો જ પડશે.

કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો પૈકી સત્યેન્દ્રસિંહ ખાચરે કહ્યુ કે હિન્દુત્વની આ લડાઇમાં શાસ્ત્રથી લઇ શસ્ત્ર સુધીનો લડાઇમાં વિજય મેળવવા સાથે છીએ.

રઘુવંશી સમાજ વતી ઉપસ્થિત અગ્રણીઓ પૈકીના શૈલેષભાઇ ગણાત્રાએ સમાજ વતી કરેલા રણકારમાં ક્ષત્રીયોએ જે બલીદાનો આપ્યા છે તેનું ઋણ ચુકવવાનો અવસર આવ્યો છે. રઘુવંશીઓ પણ ક્ષત્રીય સમાજનું જ અભિન્ન અંગ ક્ષત્રીયો છે તો રઘુવંશીઓનો સાથ હોય જ.

રાજપુત સમાજ વતી આગેવાજ જે.વી.હેરમાએ શબ્દો વર્ણવ્યા કે જેને ચિતોડ જોયું છે જે ધરા અને માં પદ્માવતીના જાહેર સ્થળની રજ માથે ચડાવી છે તે આ ઇતિહાસને વિકૃત ચીતરનાર માટે બલીદાન દેતા કે જીવ લેતા ખચકાશે નહી.

સર્વ સમાજના ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમના સમાજમાં આ ફિલ્મ અને હિંદુ સંસ્કૃતિને બદનામ કરનાર કોઇ પણ ફિલ્મ કયારે જોશે નહી તેવા સંકલ્પ સાથે લાખો સંકલ્પ પત્રો ભરીને હિંદુ સંસ્કૃતિ માટે સૌ એક છે તેવો ચરીતાર્થ કરાવશે તેમ જે.પી.જાડેજા (પ્રભારી ૯૮રપ૩ ૦૦૦૯૭) કૃષ્ણસિંહ જાડેજા (અધ્યક્ષ રાજપુત કરણી સેના ૯૮૯૮પ ૦૦૮૦૦) રણજીતસિંહ જાડેજા (સંરક્ષક કરણી સેના ૯૯૦૯૦ ૧પર૧પ) ભરતસિંહ જાડેજા (સંરક્ષક કરણી સેના ૯૩ર૭૭ ૯૯૯૯૯) દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ) સ્ટેટ કારોબારી સભ્ય કરણી સેના મો. ૯૮ર૪૮ ૦૦૮૮૧)ની યાદીમાં જણાવ્યુ઼ છે.

(3:37 pm IST)