Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

પંચાયતના સભ્યોને વિદાયમાનઃ નવું બજેટ નવા શાસકોના હવાલે

ર૦ર૧-રરના વર્ષનું બજેટ સામાન્ય સભામાં પેન્ડીંગઃ રજુ કરવામાં ઉતાવળ થયાનો અહેસાસ : જિલ્લા પંચાયતનું સુધારેલ બજેટ મંજુરઃ સભ્યોને વધુ ત્રણ-ત્રણ લાખની ગ્રાન્ટઃ સાંજથી ડી.ડી.ઓ. જ વહીવટદાર

રાજકોટ જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં મંચ પર પ્રમુખ અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયા, ઉપપ્રમુખ સુભાષ માંકડિયા, કારોબારી અધ્યક્ષ ભાનુબેન ધીરૂભાઇ તળપદા, ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા તેમજ ડે. ડી.ડી.ઓ રાજદેવસિંહ ગોહિલ ત્થા પ્રેક્ષક ગણમાં સભ્યો ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૧ જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખના કાર્યકાળના આજે અંતિમ દિવસે બપોરે સામાન્ય સભા પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયાની અધ્યક્ષતામાં મળેલ. જેમાં કારોબારીએ મંજૂર કરેલ ચાલુ વર્ષના સુધારેલા બજેટને બહાલી આપી સભ્યોને વધારાની ત્રણ - ત્રણ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ. તે આજે સાંજ સુધીમાં કામ સૂચવી દેવાના રહેશે. નવા નાણાકીય વર્ષનું બજેટ રજુ કરવામાં ઉતાવળ થઇ ગયાનો અહેસાસ થતા સામાન્ય સભાઅ સર્વાનુમતે ત પેન્ડીંગ રાખલ. નવા બજેટનો નિર્ણય નવા ચૂંટાનારા શાસકો કરે તેવું ઠરાવાયું હતું.

આજે ખાસ સામાન્ય સભામાં પ્રારંભે સાંસદો અહેમદભાઇ પટેલ અને અભયભાઇ ભારદ્વાજને અંજલી આપવામાં આવેલ. ત્યારબાદ વિતી ગયેલી સામાન્ય સભા અને સમિતિઓની કામગીરીને બહાલી આપવામાં આવી હતી. વિનુભાઇ ધડુકે પોતાના વિસ્તારમાં પંચાયત હસ્તકના કામની રજૂઆત કરેલ.  નબળા કામના મુદ્ે અવસરભાઇ નાકિયા ઉકળી ઉઠયા હતાં.

સુધારેલુ બજટ મંજૂર કરવામાં આવેલ. નવા નાણાકીય વર્ષનું બજેટ અત્યારથી જ મંજૂર કરવા સામે ચંદુભાઇ શીંગાળાએ વાંધો ઉઠાવેલ. હવે પછીના શાસકોના અધિકાર પર તરાપ મારવાનો આપણને અધિકાર નથી તેવુ કહી તેમણે નવુ બજેટ નવા શાસકોના નિર્ણય પર છોડવાનો મત વ્યકત કરેલ. તેને અર્જુન ખાટરિયાએ ટેકો આપતા આ બાબતનો સર્વાનુમતે ઠરાવ થયો હતો.

ચર્ચામાં અર્જુન ખાટરિયા, ચંદુભાઇ શીંગાળા, અવસરભાઇ નાકિયા, બાલુ વીંછુડા વગેરેએ ભાગ લીધેલ. એકબીજા પ્રત્યે આભારના ભાવ સાથે સામાન્ય સભા પૂર્ણ થયેલ. સાંજે  બધા સભ્યોનો કાર્યકાળ પુરો થઇ રહ્યો છે.

રાજકોટ જિલ્લા પંચાયતના અત્યાર સુધીના વહીવટદારો

રાજકોટઃ રાજય સરકારની સૂચના મુજબ વહીવટદારના વિકલ્પે આજે સાંજથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલકુમાર રાણાવાસિયા કેર ટેકટ તરીકે કાર્યભાર સંભાળશે પંચાયતના અત્યાર સુધીના વહીવટદારો નીચે મુજબ છે.

 સુધીર માંકડ ૦૧/૧૧/૧૯૯૩ થી ૧૧/૦૮/૧૯૯૪

 એ.કે. લુક ૧ર/૦૮/૧૯૯૪ થી ૦૩/૦૧/૧૯૯પ

 એસ.આર.રાવ ૦૪/૦૧/૧૯૯પ થી ૦૬/૦૬/૧૯૯પ

 પી.વી.ત્રિવેદી ૦૭/૦૭/ર૦૦૦ થી ૦પ/૧૦/ર૦૦૦

 અનિલ રાણાવસિયા આજે સાંજથી

સામાન્ય સભામાં અહેમદ પટેલ અને અભયભાઇને શ્રદ્ધાંજલી

રાજકોટઃ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં આજે રાજયસભાના બે દિવંગત સભ્યો શ્રી અહેમદ પટેલ અને શ્રી અભયભાઇ ભારદ્વાજને યાદ કરી બે મીનીટ મૌન પાળી શ્રદ્ધાંજલી આપવામાં  આવી હતી. પ્રમુખ અલ્પાબેન ખાટરિયાએ બન્નેની ચિરવિદાયથી મોટી ખોટ પડયાનું જણાવ્યું હતું.

(3:35 pm IST)