Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ગેરકાનૂની પિસ્તોલ સાથે પકડાયેલ પૂર્વ નગરસેવક સંજયભાઇ ધવાના જામીન મંજુર

રાજકોટ, તા. ર૧ :  ગેરકાનૂની પીસ્ટલ સાથે પકડાયેલા પૂર્વનગરસેવકનો જામીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

આ બનાવ અંગે પોલીસ ફરીયાદ પ્રમાણેની વિગત એવી કે ટ્રાફિક બ્રાંચના લોકરક્ષક ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ ઝાલા તા. ૧૭-૧ર-ર૦ર૦ ના રોજ રાત્રે ૯ વાગ્યે અન્યો સાથે એરપોર્ટ ફાટક પાસે ફકર્યુ અંગેની નાઇટ ડયુટીમાં હતા ત્યારે રાત્રે ૯-૪પ વાગ્યે એક ફોરવીલ ગાડી એનસીસી સર્કલ પાસેથી આવતા તેને રોકી જોતા વોકસ વેગન પોલો ગાડી હતી જે ગાડીમાં બેસેલ વ્યકિતને ઉતારી ગાડી ચેક કરતા ગાડીમાં ખાલી સાઇડમાં સીટમાં આગળના આગે ડેશબોર્ડના ખાનામાં ચેક કરતા દેશી બનાવટની પીસ્ટલ જોવામાં આવેલી જેથી પ્ર.નગર પોલીસે રાત્રી કફર્યુનો ભંગ કરી પોતાના ફોર વિલમાં ગેરકાયદે દેશી બનાવટની લોડેડ પીસ્ટલ ર્કાટીસ સાથે કબજો કરી પૂર્વનગર સેવક સંજયભાઇ બાવનજીભાઇ ધવાની વિરૂધ્ધ આર્મસ એકટની કલમ ''રપ (૧-બી)એ'' તથા આઇ.પી.સી.ની કલમ-૧૮૮ અન્વયે ગુનો નોંધી ધરપકડ કરેલ અને આ પીસ્ટલ, કાર્ટીસ તથા મજકુરના કબજા વાળી વોકસ વેગન કર એમ કુલ ર,ર૦,પ૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરેલ હતો.

ત્યારબાદ આરોપીનો કોરોના ટેસ્ટ થઇ જતા તેને કોર્ટ રૂબરૂ રજૂ કરવામાં આવેલ જયાં આરોપીએ પોતાના વકીલ મારફત જામીન ઉપર મુકત થવા અરજી કરતા બચાવ પક્ષની રજુઆત જામીન અંગેના સીધ્ધાંતો વિગેરે બાબતો ધ્યાને લઇ રાજકોટના મહે. જજ શ્રી એમ.વી. ચૌહાણે આરોપી સંજયભાઇ બાવનજીભાઇ ધવાને રેગ્યુલર જામીન ઉપર મુકત કરેલ છે.

આ કામે આરોપી પૂર્વ નગરસેવક સંજયભાઇ ધવા વતિ રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, શકિતસિંહ ઝાલા, અમીત જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર તથા હુશેન હેરજા રોકાયેલ હતા.

(2:42 pm IST)