Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

રાજકોટ શહેર - જિલ્લાની ૧૦૧ શાળાઓમાં આચાર્યની ભરતી માટે ઈન્ટરવ્યુ

રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી આચાર્યની જગ્યા ભરવા આજે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રમેશભાઈ ઉપાધ્યાયના વડપણ હેઠળ ઈન્ટરવ્યુ ગોઠવાયા છે. રાજકોટ શહેર - જિલ્લાની ૧૦૧ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય ભરતીના ઈન્ટરવ્યુ કરણસિંહજી હાઈસ્કુલ ખાતે યોજાયા છે. પ્રસ્તુત તસ્વીરમાં ડીઈઓ શ્રી ઉપાધ્યાય અને અન્ય શિક્ષણના અધિકારી, આચાર્યો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૨૨)

(4:20 pm IST)