News of Thursday, 20th June 2019
રાજકોટઃ તા.૨૦, તંત્ર દ્વારા સ્કુલવાન ચાલકો અને રીક્ષાચાલકો ઉપર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે 'અકિલા' કાર્યાલયે ખાતે રાજકોટ સ્કુલવાન ચાલકો તેઓને પડી રહી મુશ્કેલી અંગે રજુઆત કરવા આવેલા. તેઓએ જણાવેલ કે જો આવી રીતે જ ચાલુ રહેશે તો અમારી રોજીરોટી છીનવાય જશે.
'અકિલા' કાર્યાલય ખાતે 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ રજુઆત કરતા જણાવ્યું હતુ કે હાલમાં રાજકોટ સ્કુલવાન એસો.ના ૨૫૦ થી ૩૦૦ સભ્યો છે.
આર.ટી.ઓના નિયમ મુજબ સ્કુલવાનમાં બાર છોકરા રાખવા અને આર.ટી.ઓના નિયમ મુજબ ગાડી ચલાવવી.
આઠ સીટીંગવાળી મેકસી કરવા માટે અંદાજીત વિમો ૨૮ હજાર છે. થર્ડ પાર્ટી વીમો અંદાજીત ૨૫ હજાર છે. આ વિમો પાર્સીંગ કર્યા પછી આર.ટી.ઓના નીયમ મુજબ ૧૨ બાળકો બેસાડવાની પરમીશન આપવામાં આવે તો વાલીઓ પાસેથી કેટલી ફી લેવી. તેમ સ્કૂલવાન ચાલકોએ જણાવેલ.
સ્કૂલવાન ચાલકોએ વધુમાં જણાવેલ કે અત્યારે જે ગાડીઓ ચલાવે છે તે એકદમ સામાન્ય પરિવારના છે અને ઘરનું ભરણ પોષણ પણ માંડ માંડ ચલાવે છે. મોટાભાગના સ્કૂલવાન ચાલકોની ગાડીઓ લોન ઉપર ચાલતી હોય છે.
જેવી રીતે સ્કૂલ પાર્સીંગની બસમાં આર.ટી.ઓ તરફથી ટેકસમાં રાહત મળે છે. તે મુજબ અમને પણ ટેકસ અને વીમામાં રાહત મળે તેવુ આયોજન કરવા વિનંતી કરી હતી. તેઓએ જણાવેલ કે અમારા મોબાઈલ પણ લઈ લેવામાં આવે છે. જેથી બાળકો સાથે વાલીઓને પણ હાલાકી ભોગવવી પડે છે. જે તે પ્રાઈવેટ સ્કૂલમાંથી ચાલતી ઈકો અને સ્કૂલ બસ અને વિન્ગર તેમનું ચેકીંગ કેમ કરવામાં આવતું નથી તેમના લાઈસન્સ અને બેઝ ચેક કરવામાં આવતા નથી અને નાના માણસોને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સમક્ષ રજુઆત કરતાં સ્કૂલવાન ચાલકો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)