Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ૪ ક્ષત્રિય લોકો સામે થયેલ ખોટી ફરિયાદ છેઃ ખોટી રીતે ફીટ કરાયા છે..

કોટડાસાંગાણી તાલુકા યુવા રાજપૂત સમાજ અને કરણીસેનાના કાર્યકરો કલેકટર કચેરીએ ઉમટી પડયા... : માણેકવાડાના ૪ થી પ લોકો સામે નામ આપી રજૂઆતોઃ સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ ન્યાયી-તટસ્થ તપાસ કરો... : આવેદન સમયે કોઇપણ પત્રકારને એન્ટ્રી નહીઃ કલેકટરનો નવો નિયમ...પોલીસે કલેકટરશ્રીએ ના પાડી છે કહી મીડીયા કર્મચારીને અંદર જવા ન દિધાઃ પત્રકારોમાં ફાટી નીકળેલો રોષ

કોટડાસાંગાણીમાં પોલીસે ૪ ક્ષત્રિય યુવાનોને ખોટી રીતે ફીટ કરી દિધાના આક્ષેપો સાથે કરણીસેના તથા કોટડાસાંગાણી યુવા રાજપૂત સમક્ષ ડીએસપીને આવેદન પાઠવ્યું તે પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે, નીચેની તસ્વીરમાં કલેકટર કચેરીએ પણ રપ૦ થી ૩૦૦ લોકોએ દેખાવો કરેલ તે જણાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર૦ : કોટડાસંગાણી તાલુકા યુવા રાજપૂત સમાજે કલેકટરને આવેદન પાઠવી કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૯/૧૯ ના કામમાં પોલીસે ચાર આરોપી મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, અજયસિંહ ઉર્ફે ધનુભા ચંદુભા જાડેજા, હરદીપસિંહ ઉર્ફે ભાણો બહાદુરસિંહ ગોહીલ, દીપેન્દ્રસિંહ ઉર્ફે બાડો અજીતસિંહ જાડેજાને આ ગુન્હામં કોઇપણ જાતની વ્યાજબી અને ન્યાયીક તપાસ કર્યા વગર માત્ર પછાત જ્ઞાતીના આગેવાનોની દબાણના કારણે ખોટી રીતે ફીટ કરી દીધેલ હોય ન્યાય મળવા અંગે માંગણી કરી હતી.

આવેલનમાં ઉમેર્યું હતું કે, કોટડાસાંગાણી તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજ, શ્રી કરણીસેના, રાજકોટ તથા અન્ય સમાજના આગેવાનો તથા નાગરીકોની નમ્ર અરજ કરવાની કે ઉપરોકત ગુન્હામાં ફરીયાદીએ જે પોતાની ફરીયાદ લખાવેલ છે તે તદ્દન ઉપજાવી કાઢેલ અને હળાહળ ખોટી ફરીયાદ આપેલ છે. આ ફરીયાદ અનુસંધાને ગુજરાતના દલીત સમાજના આગેવાન તથા ધારાસભ્ય જીજ્ઞેશભાઇ મેવાણી ફરીયાદ વખતે હાજર રહી અને મીડીયામાં જુદા જુદા આક્ષેપો કરી ગુજરનાર રાજેશ નાનજીભાઇ સોંદરવાની લાશ ન સ્વીકારવા અંગે પણ ઉપવાસ આંદોલન કરેલ હતા સરકાર ઉપર ગુજરાત લેવલે આંદોલનની ધમકીઓ આપેલ જેના અનુસંધાને પોલીસ કમીશ્નર ઉપર ખુબજ દબાણ આપવામાં આવેલ અને આંદોલનોની અને જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તેવા સંજોગોમાં સદરહું ફરીયાદ લેવામાં આવેલ અને આ બનાવને સી.આઇ.ડી.ક્રાઇમની તપાસની સોપણી કરવામાં આવેલ અને ખાસ કિસ્સામાં આવી તપાસ સોંપવામાં આવેલ છે.

ઉપરોકત બનાવમાં માણેકવાડા ગામના રહેવાસી મેઘાભાઇ મંગાભાઇ સોંદરવા, મેઘાભઇ રાજેશ નાનજીભાઇ સોંદરવા, અજય નાનજીભાઇ સોંદરવા, કાજલબેન નાનજીભાઇ સોંદરવા વિગેરેખોટી ઉપજાવી કાઢેલ એટ્રોસીટીના કાયદા હેઠળ ફરીયાદો કરવાની ટેવવાળા છે અને તેઓએ આ કાયદા હેઠળ ઘણી ફરીયાદો આમ નાગરીકો વિરૂદ્ધ કરેલ છે.

આ લોકો પોલીસ સ્ટશનમાં ફરીયાદ કરવા આવે ત્યારે દલીત સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં દલીત સમાજના માણસો હાજર રહી પોતાની મનમાની કરી હળાહળ જુઠી અને ખોટી ફરીયાદો નોંધાવે છ, તેવા સંજોગોમાં આ ગુન્હામાં ઉપરોકત ચારેય નામ વાળા મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, અજયસિંહ ઉર્ફે ધનુભા ચંદુભા જાડેજા, હરદીપસિંહ ઉર્ફે ભાણો બહાદુરસિંહ ગોહિલ, દીપેન્દ્રસિંહ ઉર્ફે બાડો અજીતસિંહ જાડેજા આ બનાવમાં નિર્દોષ હોવા છતા દલીત સમાજના દબાણના કારણે આ ગુન્હામાં ફીટ કરી દેવામાં આવેલ છે.

અમારા જાણમાં આવ્યા મુજબ આ ગુન્હાના બનાવની રાત્રીએ એક ફરીયાદ નોંધવામાં આવેલ હતી, જેમાં આ ચારેય વ્યકિતઓના નામ આપવામાં આવેલ ન હતા, તેમ છતા કોઇ અગમ્ય કારણોસર ફરીયાદને રેકર્ડ ઉપર લેવામાં આવેલ નથી, અને આ ગુન્હામાં જે આરોપીઓને ખોટી રીતે ફીટ કરવામાં આવેલ છે તે ચોક્કસ કહેતુથી એકજ કોમના સગાવ્હાલાઓને ફીટ કરી દેવામાં આવેલ છે. મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા અને અજયસિંહ ઉર્ફે ઘનુભા જાડેજાને કોટડાસાંગાણી તાલુકામાંં ગુજરાત હાઇકોર્ટે પ્રવેશ કરવાની મનાઇ ફરમાવેલ હોય તેઓ ગોંડલ મુકામે બનાવ વખતે રહેતા હતા અને જે અંગે આ બંને વ્યકિતઓએ તેઓની બનાવ વખતે ગેરહાજરીની રજુઆત પણ આપનેકરેલ છે અને સી.આઇ.ડી.ક્રાઇમના તપાસનીશ અધિકારીને કરવામાં આવેલ છે અને જે  અંગે આજદીન સુધી કોઇ તપાસ કરવામાં આવેલ નથી તેવા સંજોગોમાં આ ગુન્હામાં પોલીસ અધિકારીઓએ એકતરફી દલીત સમાજના દબાણમાં આવી કાર્યવાહી કરી રહી હોય તેવું અમારૂ સ્પષ્ટ પણે માનવું છે.

આ અરજી આપ અમો ક્ષત્રિય સમાજ તથા અન્ય સમાજના આગેવાનો આપ સાહેબને રજુઆત કરી રહ્યા છીએ કે ઉપરોકત નામવાળા ચારેય વ્યકિતઓ આ ગુન્હાના નિર્દોષ છે, અને તેની ન્યાયીક અને તટસ્થ તપાસ સી.આઇ.ડી.ક્રાઇમના અધિકારીઓ કરે તેવો હુકમ કરવા નમ્ર અરજ છે.

મીડીયા કર્મચારી નો એલાઉડઃ નવો નિયમ

દરમિયાન આવેદન સમયે મીડીયાના પ્રતિનિધીને પોલીસે અંદર (કલેકટર કચેરીમાં) જવા નહી દેતા, અને કારણ પુછતા જવાબદાર હાજર પોલીસ અધિકારીઓએ એવુ જણાવેલ કે, કલેકટર સાહેબે આવેદન સમયે કોઇ મીડીયા કર્મચારીને નહિ આવવા દેવા એવા આદેશો કર્યા છે, કલેકટરશ્રીનો આ નિયમ જાણી પત્રકારો ડઘાઇ ગયા હતા, પ્રચંડ રોષ ફાટી નીકળ્યો હતો. કલેકટરશ્રીએ આવો કેમ નિયમ કર્યો તે પ્રશ્ન હાલ ઉદ્ભવ્યો છે.

(3:57 pm IST)