Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

વીરજલા મિત્ર મંડળ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ

 સાંઇનાથ હોમીયોપેથી હોસ્પિટલના સૌજન્યથી વીરજલા મિત્ર મંડળ દ્વારા તાજેતરમાં લક્ષ્મીવાડીમાં ગીરનારા સોની બોર્ડીંગ ખાતે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના હસ્તે દિપપ્રાગટય કરી કેમ્પ ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, તેમજ વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટર વર્ષાબેન રાણપરા, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં. ૧૪ ના ભાજપ પ્રમુખ હનીશભાઇ જોશી, વોર્ડ નં. ૧૪ ના મહિલા પ્રમુખ જયોત્સનાબેન હડમતીયા  ઉપસ્થિત રહેલ. સમગ્ર કેમ્પને સફળ બનાવવા મનુભાઇ જોબનપુત્રા, જયવીરસિંહ, એડવોકેટ જતીન ડી. કારીયાએ શુભેચ્છા પાઠવી હતી. કેમ્પમાં ઓર્થોપેડીકે સર્જન ડો. કેતન ઠકકર, હોમીયોપેથીક ડો. હિતાર્થ મહેતા, ડો. માધવી વાગડીયા, ડો. પ્રણવ ઠુમ્મર, ડો. હાર્દીક વાઘેલા, ડો. વિરલ ધનાણી, દંત ચિકિત્સક ડો. નિતાબેન ટાંક, ફીઝીયોથેરાપીસ્ટ ડો. જીજ્ઞાશા નિમાવત, લેબોરેટરી વિભાગના દયાબેન હીરપરા વગેરેએ સેવા આપી હતી. આશરે ૧૫૦ થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. સમગ્ર નિદાન કેમ્પને સફળ બનાવવા સાગર સાયાણી, અતુલભાઇ ધામી, નિરાલીબેન પાંઉ, અરવિંદભાઇ તલસાણીયા, કેયુરભાઇ મશરૂ, મહેન્દ્રભાઇ પટેલ, વિપુલભાઇ માખેચા, વિલાશબેન સાયાણી, નિલેશભાઇ જલુ વગેરેએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૩)

(3:53 pm IST)