Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

સમીતી ચેરમેનોને અભિનંદન પાઠવવા આખુ શહેર ભાજપ ઉમટયું: ટ્રાફીક જામ

ડોકટર સેલ-મહીલાઓ-યુનિવર્સિટી હોદેદારો અને પુર્વ કોર્પોરેટરોથી કચેરી ભરચક્ક

રાજકોટ, તા., ૧૮: આજે મ્યુ. કોર્પોરેશનનાં ૧પ સમીતીઓમાં ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો ત્યારે મ્યુ. કોર્પોરેશનમાં આખુ શહેર ભાજપ ઉમટી પડયું હતું અને કોર્પોરેટર કચેરી કમ્પાઉન્ડ તથા આસપાસના રસ્તાઓ ઉપર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.

કચેેરીની લોબી અને ચેરમેનોની ચેમ્બરોમાં કાર્યકરોનો જમાવડો થયો હતો. ફુલહાર અને મીઠાઇઓથી શુભેચ્છાઓની વર્ષા થઇ હતી. નવનિયુકત પદાધિકારીઓને શુભેચ્છાઓની વર્ષા થઇ હતી.

નવનિયુકત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવવા માટે ભાજપના ડોકટર સેલ, મહીલા મોર્ચો, પુર્વ કોર્પોરેટરો કાર્યકરો સહીત ૧ હજારથી વધુ કાર્યકરો-આગેવાનો ઉમટી પડયા હતા. (૪.૧૨)

(3:46 pm IST)