Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

રત્નદિપ સોસાયટીમાં પ્રજાપતિ આધેડ અરવિંદભાઇનો ફાંસો ખાઇ આપઘાત

માનસિક બિમારી કારણભુતઃ દિકરાએ સવારે ઉઠીને ઉપરના રૂમમાં જોતાં પિતા લટકતા મળ્યાઃ ભાઇ-બહેને માતા બાદ પિતાની છત્રછાંયા પણ ગુમાવી

રાજકોટ તા. ૧૮: સામા કાંઠે રત્નદિપ સોસાયટીમાં રહેતાં અરવિંદભાઇ દામજીભાઇ નારણીયા (ઉ.૪૫) નામના પ્રજાપતિ આધેડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આપઘાતના બનાવની જાણ થતાં બી-ડિવીઝનના હેડકોન્સ. ખોડુભા જાડેજા અને રાઇટર હંસરાજભાઇ ઝાપડીયાએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે આપઘાત કરનાર અરવિંદભાઇ નારણીયાને લાંબા સમયથી માનસિક બિમારી હતી. તેના પત્નિ હયાત નથી. પોતે બિમાર હોવાથી કામ કરી શકતાં નહોતાં. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર દર્શન છે. દર્શન ચાંદી કામની મજૂરી કરવા જાય છે. તે આજે સવારે ઉઠીને ઉપરના માળે પિતાના રૂમમાં ગયો ત્યારે પિતાને લટકતા જોયા હતાં. ૧૦૮ના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં.

અગાઉ માતા ગુમાવનારા ભાઇ-બહેને હવે પિતા પણ ગુમાવતાં બંને ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે. માનસિક બિમારીથી કંટાળીને આ પગલુ ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

બેભાન હાલતમાં સિકયુરીટી ગાર્ડ ગોવિંંદભાઇનું મોત

મોરબી રોડ પર ગણેશનગર-૭માં રહેતાં ગોવિંદભાઇ લક્ષમણભાઇ રાઠોડ (ઉ.૪૧) બહુમાળી ભવન પાછળ પ્રયાગ-સીમાં સિકયુરીટીની નોકરી પર હોઇ સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:43 pm IST)