Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

કબ આઓગે... ચોમાસુ હજુ સક્રિય નથી થયું પણ આ મહિનાના અંત સુધીમાં સારા વરસાદની આશા

રાજકોટ : દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હજુ મુંબઈ સુધી જ પહોંચ્યુ છે ત્યારબાદ આગળ વધ્યુ નથી, પરંતુ ૨૬મી જૂનથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શકયતા છે. ચોમાસુ સક્રિય થયુ નથી કે હાલ કોઈ મજબૂત સિસ્ટમ્સ પણ નથી પરંતુ આ મહિનાના અંત સુધીમાં સારા વાવડ મળે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. હાલ તો કોઈ - કોઈ છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડી જાય. આજે મુંબઈ અને તેના આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના થોડા ભાગોમાં વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં હાલ મહત્તમ તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રી વચ્ચે રહેશે. ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. જયારે બફારો ઉકળાટ પ્રવર્તશે.(૩૭.૪)

(12:48 pm IST)