Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

પટેલનગરમાં કારખાનામાં કામ અધુરૂ રાખનાર મા-દિકરીને ઠપકો દેતાં સંજય કોળી પર ધોકાવાળી

રાજકોટઃ પટેલનગરમાં કારખાનામાં કામ કરતાં મા-દિકરીએ કામ અધુરૂ રાખ્યું હોઇ સાથે કામ કરતાં યુવાને તેને આ બાબતે કહેતાં બંને મા-દિકરીએ બીજા બે શખ્સો સાથે મળી ગાળો દઇ ધોકાથી માર મારતાં યુવાનને સારવાર લેવી પડી હતી.

આ બનાવ અંગે કોઠારીયા ગામની ગદાધર સોસાયટી-૧માં રહેતાં સંજય રવજીભાઇ જાદવ (ઉ.૨૨) નામના કોળી યુવાનની ફરિયાદ પરથી ભકિતનગરના એએસઆઇ સુભાષભાઇ વી. ડાંગરે બાબરીયા કોલોનીમાં રહેતી ભૂમિ, ભૂમિના મમ્મી શાંતિબેન તથા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. સંજયના કહેવા મુજબ તે તથા ભૂમિ અને ભૂમિના માતા પટેલનગરમાં આવેલા ખોડિયાર ફોર્જિંગમાં કામ કરે છે. આ કારખાનામાં મા-દિકરીએ કામ અધુરૂ રાખી દેતાં તેને એ બાબતે કહેતાં બંને ઉશ્કેરાઇ ગઇ હતી અને ગાળો દીધી હતી. બાદમાં બીજા બે શખ્સોને બોલાવી તેની સાથે મળી ધોકાથી હુમલો કરી પીઠના ભાગે ઇજા કરી હતી.

(10:45 am IST)