Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પડધરી પાસે 'ક્ષેમંકારી રેસ્ટોરન્ટ'ની મોજીલી સ્કીમ...

ધુળેટીએ 'સ્વાદોત્સવ' : રૂ. ૧૯૯માં પંજાબી, ચાઈનીઝ, સાઉથ ફૂડ અનલિમિટેડ

રાજકોટની મહેતા હોટલ દ્વારા પડધરી પાસે અનોખુ રેસ્ટોરન્ટ નિર્માણ કર્યુ : ઉચ્ચ ગુણવત્તા, વ્યાજબી કિંમત, શાનદાર સર્વિસ : ટૂંકાગાળામાં અપાર લોકપ્રિયતા મેળવતા ભાવેશભાઈ મહેતા - નીલાબેન મહેતા

રાજકોટ, તા. ૧૮ : શહેરની ભાગોળે જામનગર રોડ ઉપર પડધરી પાસે લોકપ્રિય બનેલા 'ક્ષેમંકારી રેસ્ટોરન્ટ' દ્વારા આ વખતે ધુળેટીએ સ્વાદોત્સવ જાહેર કર્યો છે. ઉચ્ચ ગુણવતાવાળુ પંજાબી ભાણુ, સાઉથ ફૂડ રૂ.૧૯૯માં અનલિમિટેડ પીરસાશે. રેસ્ટોરન્ટના સંચાલકો ભાવેશ મહેતા અને નીલા મહેતા આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ 'સ્વાદોત્સવ'ની વિગતો આપી હતી.

મહેતા દંપતિએ જણાવેલ કે છેલ્લા સાતેક મહિનાથી આ રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે. હોળી - ધુળેટી પર્વ નિમિતે સ્વાદરસીયાઓ માટે આકર્ષક સ્કીમ રાખવામાં આવી છે. માત્ર રૂ.૧૯૯માં પીનરટીક્કા, બટરરોટી, દાલફ્રાય, જીરા રાઈસ, મન્ચુરીયન ડ્રાઈ મસાલા, ઢોસા, ચાઈનીઝ, સલાડ, ફ્રેમ્સની વાનગીઓનો સ્વાદ માણવા મળશે.

શ્રી ક્ષેમંકારી રેસ્ટોરન્ટ એન્ડ પાર્ટી પ્લોટમાં તહેવાર પર્વ સિવાયના દિવસોમાં નાનામાં નાની વ્યકિતઓથી માંડી મોટામાં મોટી વ્યકિતઓ પરીવારજનો સાથે સ્વાદ માણી શકે અને તેઓને પરવડે તેવા વાનગીઓના ભાવ રાખવામાં આવ્યા છે. લગભગ એકાદ એકર જગ્યામાં રેસ્ટોરન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ટૂંકાગાળામાં જ ભારે નામના મળી હોવાનું મહેતા દંપતિએ જણાવ્યુ હતું.

તેઓએ વધુમાં જણાવેલ કે આ હોટલ - રેસ્ટોરન્ટમાં ૨૩ હજાર ફૂટ અને હોટલ ૨૦૦૦ ફૂટમાં બનાવેલ છે. ફૂડમાં કોઈપણ જાતનંુ કોમ્પ્રોમાઈસ કરવામાં આવતુ નથી અને ગ્રાહકોને લાઈવ ગરમા ગરમ ભોજન જ પીરસવામાં આવે છે. આ રેસ્ટોરન્ટના ગાર્ડનમાં હિંચકા, લપસીયા તેમજ બેસવા માટેની પણ જગ્યા રાખવામાં આવી હોવાનું જણાવાયુ હતું. તેઓએ જણાવેલ કે માધાપર ચોકડીથી ૨૧ કિલોમીટર આ હોટલ રેસ્ટોરન્ટનું નિર્માણ કરવામાં આવેલ છે. અહિં એક પ્રસંગ પણ શાનદાર રીતે ઉજવી શકાય તેવી મોટી વિશાળ જગ્યા છે.

રાજકોટ શહેરમાં પંચનાથ મંદિર નજીક મહેતા હોટલ છેલ્લા ઘણા વર્ષોથી આવેલ છે. જેનું સંચાલન રોહિતભાઈ મહેતા દ્વારા કરવામાં આવે છે. આ હોટલ ઘણા વર્ષોથી કાર્યરત હોવાનું જણાવાયુ હતું. તસ્વીરમાં ક્ષેમંકારી રેસ્ટોરન્ટના સંચાલકો શ્રી ભાવેશ મહેતા (મો.૯૪૨૭૭ ૨૦૫૨૭) અને નીલાબેન મહેતા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

સ્વાદરસીયાઓને લાઈવ ગરમાગરમ જ ભોજન પીરસાય છે : ફૂડમાં કોઈપણ જાતનું બાંધછોડ કરાતુ નથી

૧ એકર જગ્યામાં રેસ્ટોરન્ટનું નિર્માણ : નાના-મોટા પ્રસંગો પણ થઈ શકે : ગાર્ડનમાં હિંચકા - લપસીયાની વ્યવસ્થા

રાજકોટ : રાજકોટની ભાગોળે પડધરી નજીકના ફાટક પાસે આવેલી ક્ષેમંકારી રેસ્ટોરન્ટના સંચાલકો ભાવેશભાઈ અને નીલાબેન મહેતા કહે છે કે અમે ફૂડમાં કોઈપણ જાતનંુ બાંધછોડ કરતાં નથી. સ્વાદ રસીયાઓને ગરમાગરમ લાઈવ ભોજન પીરસવામાં આવે છે. માત્ર ૭ મહિનાના ટૂંકાગાળામાં આ રેસ્ટોરન્ટે ભારે લોકપ્રિયતા મેળવી હોવાનું જણાવ્યુ હતું. તહેવાર - પર્વ સિવાયના દિવસોમાં ગ્રાહકોને મેનુ પીરસવામાં આવે છે. જેનો ભાવ આ મુજબ છે. (૧) શૂપ - હોટ એન્ડ શોટ શૂપ  - રૂ.૫૦, વેજ મન્ચાઉ શૂપ - રૂ.૬૦, વેજ મન્ચુરીયન શૂપ - રૂ.૭૦ (૨) પંજાબી - પનીર ટીક્કા - રૂ.૭૦, પનીર બટર મસાલા - રૂ.૮૦, પનીર કડાઈ - રૂ.૮૦, પનીર હાંડી - રૂ.૭૦, પનીર તૂફાની - રૂ.૭૦, પનીર તમતમા - રૂ.૮૦, પનીર ભુરજી - રૂ.૮૦, પનીર અંગારા - રૂ.૭૦, પનીર પસંદા - રૂ.૯૦, પનીર મલાઈ કોફતા - રૂ. ૧૦૦, પનીર પટીયાલા - રૂ.૮૦, ક્ષેમંકારી સ્પેશ્યલ - રૂ. ૧૫૦ (૩) દાલ કમાલ કી - દાલ ફ્રાય - રૂ.૫૦, દાલ તડકા - રૂ.૬૦ (૪) રાઈસ - પ્લેન રાઈસ - રૂ.૪૦, જીરા રાઈસ - રૂ.૫૦, વેજ પુલાવ - રૂ. ૭૦, હૈદ્રાબાદી બિરીયાની - રૂ.૮૦, શાહી દમ બિરીયાની - રૂ.૮૦, (૫) ચાઈનીઝ - ગાર્લીક નૂડલ્સ - રૂ.૬૦, વેજ ફ્રાઈડરાઈસ - રૂ.૬૦, હક્કા નૂડલ્સ - રૂ.૫૦, ચાઈનીઝ ભેળ - રૂ.૭૦, સેઝવાન રાઈસ- રૂ.૭૦, વેજ સેઝવાન નૂડલ્સ - રૂ.૬૦, વેજ મન્ચુરીયન - રૂ.૭૦, મન્ચુરીયન નૂડલ્સ - રૂ.૫૦, મન્ચુરીયન ફ્રાઈડરાઈસ - રૂ.૭૦, (૬) સાઉથ ઈન્ડિયન - સાદા ઢોસા - રૂ.૫૦, મસાલા ઢોસા - રૂ.૬૦, મૈસુર સાદા ઢોસા - રૂ.૬૦, મૈસુર મસાલા ઢોસા રૂ.૭૦, ફ્રાઈ ઢોસા - રૂ.૮૦, ટોમેટો ઉત્તપમ - રૂ.૬૦ (૭) વેજ કરી - વેજ કડાઇ - રૂ.૬૦, વેજ જયપુરી - રૂ.૭૦, વેજ કોલ્હાપુર - રૂ.૮૦, વેજ મખ્ખનવાલા - રૂ.૭૦, વેજ તુફાની - રૂ.૮૦, વેજ મિર્ચ મસાલા - રૂ.૮૦, ખોયા કાજુ - રૂ.૯૦, કાજુ કરી - રૂ.૯૦, કાજુ બટર મસાલા રૂ.૯૦ (૮) તંદુર - રોટી પ્લેન - રૂ.૧૫/૨૦, નાન - રૂ.૨૫-૩૦, ગાર્લીક નાન - રૂ.૪૦, ચીઝ નાન - રૂ.૫૦, ગાર્લીક ચીઝ નાન - રૂ.૬૦.

(4:19 pm IST)