Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

GTUમાં MBAટોપ ટેન શુકલ કોલેજ

કોટેચા માધુરી, GTU સેકન્ડ અને રાણપરા બીનલ જીટીમાં ૬ ઠ્ઠા સ્થાને ઉર્તિણ : અભિનંદન

રાજકોટ તા.૧૮: શ્રી.એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજિસ દ્વારા સંચાલિત, એમબીએ કોલેજ એ રાજ્યમાં મેનેજમેન્ટ સ્ટડીસ AICTE દ્વારા પ્રમાણિત અને જીટીયુ સાથે સંલગ્ન શૈક્ષણિક સંસ્થા છે, જે પોતાની અવનવી પ્રવૃતિ, ઇવેન્ટ્સ અને પ્રેકટીકલ શૈક્ષણિક પદ્ધતિ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં જાણીતી છે.

તાજેતરમાં જીટીયુ દ્વારા એમ.બી.એ. સેમેસ્ટર ૧ અને એમ.બી.એ. સેમેસ્ટર ૩ના પરિણામ જાહેર થયા, જેમાં ફરીવાર શ્રી એચ.એન. શુકલ એમબીએ કોલેજનો ડંકો વાગ્યો. પરિણામનું પૃથ્થકરણ કરતા એવું માલુમ પડે છે, કે શ્રી એચ.એન. શુકલ એમબીએ કોલેજના ૪ વિદ્યાર્થીઓ, કોટેચા માધુરી ૯.૫૭ એસપીઆઇ સાથે જીટીયુ  2nd , હિરપરા મનસ્વી ૯.૪૩ એસપીઆઇ સાથે જીટીયુ 3rd, કપુપરા અક્ષી ૯.૨૯ એસપીઆઇ સાથે જીટીયુ 4th કાશીયાણી રાધિકા ૯.૨૯ એસપીઆઇ સાથે જીટીયુ 4th MBA સેમેસ્ટર ૧ માં અને ર વિદ્યાર્થીઓ રાણપરા બીનલ ૯.૩૬ એસપીઆઇઅને ૯.૪૩ સીપીઆઇ સાથે જીટીયુ 6th તથા મનાણી સાવન ૯.૩૬ એસપીઆઇ  અને ૯.૧૮ સીપીઆઇ સાથે જીટીયુ 8th MBA સેમેસ્ટર ૩માં જીટીયુ  ટોપ ૧૦માં પોતાનું સ્થાન મેળવવામાં સફળ થયા છે.

સંસ્થાના પ્રમુખ ડો. નેહલભાઇ શુકલ, ઉપપ્રમુખ મહેશભાઇ કયાડા, મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલભાઇ રૂપાણી કેમ્પસ ડીરેકટર અને ટ્રસ્ટી સંજયભાઇ વાધર તથા તમામ ટ્રસ્ટીઓ સંસ્થાની આવી જળહળતી સફળતા બદલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ છે. સાથો-સાથ તમામ વિદ્યાર્થીઓને રોકડ પુરષ્કાર આપવાની પણ જાહેરાત કરેલ છે. સંસ્થાનો અભિગમ સંસ્થામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થયેલ છે, અને તેઓ તમામ ઉષ્માભેર આગળના સેમેસ્ટરની તૈયારીમાં લાગી ગયા છ.

વિદ્યાર્થીઓના અભિપ્રાય મુજબ સંસ્થામાં ઉત્તમ ગુણવત્તાનું શિક્ષણ આપવામાં આવે છે. સંસ્થાના ડીરેકટર ડો. રમેશચંદ્ર એન. વાઢેર, હેડ ઓફ ધી ડીપાર્ટમેન્ટ શ્રી અયુબખાન તથા તમામ શિક્ષકગણ અસી. પ્રોફ. જય ગોસ્વામી, અસી. પ્રોફ. ચાર્મી લિયા, અસી. પ્રોફ. દર્શન રાવલ, અસી. પ્રોફ. મુનીરા કપાસી અને અસી. પ્રોફ. જીતેન્દ્ર મંગલાણી દ્વારા ખૂબ જ સરળ અને પ્રેકટીકલ રીતે શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપ તેઓ આ સફળતા મેળવી શકયા.

સાથોસાથ અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને વાસ્તવિક રીતે બીઝનેસ શું છે ? તેનો અનુભવ થાય તે માટે કોલેજ દ્વારા કરાવવામાં આવતી અવનવી એકટીવીટી જેવી કે બીઝનેશ ફીએસ્ટા, એસડબલ્યુઓસી કોમ્પીટીશન, પ્રેઝેન્ટેશન કોમ્પીટીશન અને પ્લેસમેન્ટ સેલ દ્વારા પ્લેસમેન્ટની સારામાં સારી સુવિધા વગેરેનો પણ ઉલ્લેખ કર્યો.

આ પ્રસંગે એવું સાબિત થાય કે ખરેખર ગુજરાત રાજ્યમાં એચ.એન. શુકલ એમબીએ કોલેજ એ ખરા અર્થમાં બીઝનેસનું એજ્યુકેશન આપવામાં સફળ થયેલ છે.

(4:16 pm IST)