Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

વિશ્વ કવિતા દિનની પૂર્વ સંધ્યાએ બુધવારે કાવ્યપઠન અને કિવઝ સ્પર્ધા

વિદ્યાર્થીઓમાં સાહિત્ય તરફ વળે, બૌદ્ધિ શકિતનો વિકાસ થાય

રાજકોટ, તા. ૧૮ : મીનુ જસદણવાલા દ્વારા ''મીનુઝ મહેફીલ-૫'' દર વર્ષની જેમ આ વખતે પણ સતત પાંચમી વખત કાવ્યપઠન તથા કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજનનો હેતુ એ જ છે કે વિદ્યાર્થીઓ સાહિત્ય તરફ વળે તથા તેઓની બૌદ્ધિક શકિતનો વિકાસ થાય તેમ જણાવાયુ હતું.

આ કાર્યક્રમ રાજકોટ રોટરી ભવન, વિદ્યાનગર મેઈન રોડ ખાતે વિશ્વ કવિતા દિનની પૂર્વ સંધ્યાએ તા.૨૦ના બુધવારના સાંજે ૬ થી ૮ રાખેલ છે.

આયોજન સફળ બનાવવા રવિ ચોટાઈ, મીનુ જસદણવાલા - મો.૯૨૨૮૧ ૯૧૯૧૯, ક્રિષ્ના ટાંક, શૈલી કામદાર, નંદિની સોની, આકાશ ગોવીલ, ભાવીન સરવૈયા, પરીક્ષીત પૂજારા અને પ્રેમકુમાર કોઠારીયા જોડાયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:01 pm IST)