Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

રાજકોટ રેલ્વે મહિલા કલ્યાણ મંડળ દ્વારા ગરીબ વિસ્તારોમાં સેનેટરી નેપકીનનું વિતરણઃ સ્વચ્છતાના પાઠ પણ ભણાવ્યા

રાજકોટઃ મહિલાઓના સ્વાસ્થ્ય અને ગરીબ વિસ્તારોમાં સ્વચ્છતાનું સ્તર સુધારવાના ઉદેશથી પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ મંડળ દ્વારા તાજેતરમાં ગરીબ અને ગંદી વસ્તીઓમાં જઇ જરૂરતમંદ અને નબળા વર્ગની મહિલાઓ વચ્ચે સેનેટરી નેપકીનના પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંડળના અધ્યક્ષા શ્રીમતી ભારતી નિનાવે, સેક્રેટરી શ્રીમતી પુષ્પા ચૌહાણ, શ્રીમતી વિલાસ વડાલીયા, શ્રીમતી કલ્પના શ્રીવાસ્તવ, શ્રીમતી પ્રવીણા સિંહ અને કલ્યાણ મંડળના ઇન્સ્પેકટર શ્રીમતી ધર્મિષ્ઠા થોરીયા સહીતના મહિલા સદસ્યોએ રૂખડીયા પરા અને આસપાસના વિસ્તારોમાં સેનેટર નેપકીનનું નિઃશુલ્ક વિતરણ કરી જરૂરી માહીતી આપી હતી અને પોતાના વિસ્તારને, રહેણાંકને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.

(4:01 pm IST)